________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચર્યો. સાહા સેમા સેમકરણ સંઘવી, ગાંધી અરજી વાલી, રૂપઈઆ સઉની મહીમુંદી, પેલી લગઈ ઉછાલી. ૪૪ દરવાજાથી ઠામ લગઈવલી, માંડવી લેઈ જાતાં, દેકડા રૂપઈઆ સઉના તિમ, ઉછાલ્યા ઈમ થાતાં. ૪૫
મહમુદી રૂપઈઆ મહુરઈ, પૂજઈ સંઘ અશેષ, - ખરચાણ સવિ મહુરમાનઈ, આઠ હજાર વિશેષ ૪૬
જિહાં લગઈ અંગ લગારદીઠું, મહિમા ભાવઈ ભગતઈ, તિહાં લગઈ પૂજી વધાવી ચિતા તે ઈમ ઉત્સવ અતિ શક્તિ. ૪૭
અકબરપુરમાં સ્તૂપ શ્રી વિજયસેન રિના મરણસ્થાને ખંભાતના વતની સમજીશાહે એક સ્તૂપ કરાવ્યો. આ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતું તે વખતે ચંદુસંઘવીએ દસવીઘાં જમીન તેની પાસે માગી. બાહશાહે તેને “મદદે મુઆશ” નામની જાગીર આપી. જે બાબતનું ફરમાન પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે, તે જમીન ઉપર સમજીશાહે સ્તૂપ બંધાવ્યો. હાલ એ સ્તુપ ત્યાં નથી, પણ ખંભાતના ભેચરાપાડામાં શાંતિનાથનું મંદિર છે, તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકોવાળે પત્થર છે તેના ઉપરના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજયસેનસરિન સ્તુપ ઉપર સ્થાપના કરી હતી. અકબરપુરમાંથી સ્તૂપની કયારે પડતી થઈ તે જણાતું નથી. આ લેખ નીચે પ્રમાણે છે.
“વિ. સંવત ૧૬૭૭ ના મહા સુદિ ૧૩ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રી સહજલદે અને વયજલ દે તથા પુત્ર સુરજી અને રામજી વિગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજ્યુસેનસરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.” વળી સં. ૧૬૭ના માગસર (?) ૫ ને રવિવારે શ્રી વિજ્યસેનસૂરિની મૂર્તિ પણ કેઈએ કરાવી છે. . ! ! !
શ્રી વિજ્યતિલકસૂરિ–શ્રી વિજયસેનસૂરિની પાટે બે આચાર્યો થયા. (૧) વિજયદેવ અને (૨) વિજયતિલકસૂરિ અને તે આ પ્રમાણે
“વાચક શિરોમણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે “કુમતિમુદ્દલ નામને ગ્રંથ ઘણું સખ્ત ભાષામાં રચ્યો હોવાથી તેને અપ્રમાણુ ગણી વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યા હતા.
૧ બુદ્ધિ. જે. ધા. પ્ર. લે. સં. ભાગ ૨ જે લેખાંક ૭૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org