________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. શ્રી વિયાણંદસૂરિ (જન્મ સં. ૧૯૪૨)
શ્રી વિજ્યતિલક પછી શ્રી વિજાણંદસૂરિ થયા. તેમને જન્મ સં. ૧૬૪ર માં મારવાડમાં આવેલા વરરેહ ગામમાં થયેલ હતુંતેમના પિતાનું નામ શ્રીવંત અને માતાનું નામ શૃંગારદે હતું. તેમનું મૂળ નામ કલે, તેમણે હીરવિજયસૂરિ પાસે સં. ૧૬૫૧ માં દીક્ષા લીધી ને દીક્ષા નામ કમલવિજય હતું. વિજયતિલકસૂરિએ શિહીમાં સૂરિપદ આપ્યું.
વિજયાણંદસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકાગુરૂ થતા હતા. તે જ્યારે અમદાવાદમાં હતા, ત્યારે વિજયદેવસૂરિ મળવા માટે અમદાવાદ આવ્યા. પરસ્પર પ્રીતિથી બંનેની સંમતિપૂર્વક ગચ્છાધિપત્ય ત્રણે વર્ષ ચાલ્યું. ભાવયોગે ચોથા વર્ષથી વિજયદેવસૂરિએ પિતાના નામને પટે મુનિઓ માટે લખ્યા. આ સાંભળી આણંદસૂરિએ પણ પિતાના નામને પટ્ટો લખે. આ કારણથી એકજ કુળમાં બે આચાર્યોના નામથી બે ગ૭ થયા. એકનું નામ દેવસૂરિ અને બીજાનું નામ આણંદસૂરિ, સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થઈ. - આ સૂરિ ઘણું સમર્થ વિદ્વાન હતા, તેમ તપસ્વી હતા, તેઓએ ઘણું યાત્રાઓ કરી હતી. તેમના હાથે ખંભાતમાં સંવત ૧૬૮૩ ના ફાગણ વદ ૪ ને દિવસે ગાંધી કુંઅરજીએ મુનિસુવ્રત બિબની પ્રતિષ્ઠા
કરાવી હતી. આ પ્રતિમા હાલ આળીપાડાના શ્રી શાંતિનાથ જિનાલયમાં આ છે; તે સિવાય તેમને પ્રતિષ્ઠા લેખ સં. ૧૭૦૬ ને મળે છે.
આ આચાર્ય વિ. સંવત ૧૭૧૧ ના અષાઢ વદિ ૧ ને મંગળવારે પ્રાત:કાળમાં ખંભાતમાં સ્વર્ગવાસી થયા. - કવિ રાષભદાસે શ્રી વિજાણંદસૂરિને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા, તે માટે તે લખે છે કે –
તેની પાસે વળી પ્રગટીઓરે કલ્પતરૂને કંદ, વિજ્યાનંદ સુરિશ્વરે દીઠે અતિરે આનંદ. ૧ કવિ ઋષભદાસને નિબંધ. પાં. સા પરિષદ પૃ. ૨૦ ટીપણું. ૨ સંવત સત્તર એકાદસઈ આસાઢ વદિ ભૌમવાર રે, પડવે પ્રભાતિ રે પૂજ્ય પિતા સ્વર્ગ મઝારિ રે–૨૪
ઐ. સ. માલા ભા. ૧ લે પૃ. ૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org