________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. વખતે તેમને ત્યાં સંઘ જમણ હતું, તે વખતે દેવ થયેલા પતિએ પાષાણેની વૃષ્ટિ કરી તેથી બધા જમનારા શ્રાવકો પલાયમાન થઈ ગયા. પાછળથી દેવતા પ્રકટ થયો તેને જોઈ અને સ્ત્રીઓ પૂછવા લાગી કે તું કેણ છે? અને શા માટે અમને ડરાવે છે? ત્યારે તે દેવતાએ કહ્યું કે હું તમારે પતિ દેવચંદ્ર છું, બીજા ૧૭ દેવાની સાથે શ્રી વિજયદેવસૂરિની સેવા કરું છું, તેથી તમારે પણ તેમને જ ગુરૂ માનવા જોઈએ કે જેથી મારા તરફથી ભય ન થાય. એ પ્રકારે તેનું કથન પ્રમાણ કરી બંને સ્ત્રીઓ શ્રી વિજયદેવસૂરિની પરમ ભક્ત થઈ
સૂરિના હાથે ખંભાતમાં પ્રતિષ્ઠાઓ – સં. ૧૬૭૭ માં લગભગ ૧૧-૧૨ પ્રતિષ્ઠાઓ તેમના હાથે ખંભાતમાં થઈ છે. તેમને આચાર્યપદ મહત્સવ ઉજવનાર શ્રીમલ્લશાહની પત્નિ વહાદેએ પોતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિલ ભરાવ્યું તેની પ્રતિષ્ઠા તેમણે જ કરાવી. આ પ્રતિમા હાલ જીરાલાપાડાના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં છે. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, યરાપાડાના નવખંડા પાર્શ્વનાથના જિનાલયમાં સુમતિનાથની, શકરપુરના ચિંતામણું પાર્શ્વના દહેરામાં સુવધિનાથ બિબની, માણેકચોકમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠાઓ તેમના હાથે થઈ છે.
આ સૂરિ સં. ૧૭૧૩ ના અશાડ સુદિ ૧૫ ને દિવસે ઉનામાં સ્વર્ગવાસી થયા. તેમણે ઈડરના રાજા કલ્યાણમટ્ટને પ્રતિબધ્યો હતો અને જહાંગીર બાદશાહે તેમને “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું.
૮ થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
ગ. (૧૮ થી ર૦ મા સૈકા સુધી) શ્રી સમચંદ્રસૂરિ—(પાયચંદગચ્છ)
તેઓ સિદ્ધપુરપાટણ વાસી હતા. શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ ભીમાશાહ અને માતાનું નામ વાલાદે હતું, તેમનો જન્મ સં. ૧૬૦ ના માગશર સુદિ ૧૧ ને દિવસે થયો હતે. સં. ૧૫૭૫ માં દીક્ષા, સં. ૧૫૯ માં ઉપાધ્યાય, સં. ૧૬૦૪ માં આચાર્યપદ મળ્યું; ૨ “વિષયવ–મહાભયમ્' ગ્રંથ શ્રી વિલ્લભ પાઠકે વિ. સં. ૧૭ મા
સૈકામાં સંસ્કૃતમાં બતાવ્યો છે તે શ્રી જિનવિજયજીએ મુળરૂપે પ્રકટ કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org