________________
પર
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પદ અમદાવાદમાં પામ્યા. સં. ૧૯૭૦ માં પાટણમાં ગણેશપદ પામ્યા. તેઓ ઘણુજ પ્રભાવશાળી હતા, તેમના ઉપદેશથી સંવત ૧૬૭૫ માં નવાનગરના એસવાલ શા. રાજસીયે તેમના ઉપદેશથી પ૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનવાલું ચૈત્ય કરાવ્યું હતું. તેઓ ૧૬૭૧ માં યાત્રા કરી સં. ૧૭૧૮ માં ભુજમાં કાળધર્મ પામ્યા. તેમણે ખંભાતમાં સં. ૧૬૬૭ અને ૧૯૮૧ માં પ્રતિષ્ઠા કરાવી છે.'
શ્રી અમરસાગરસૂરિ (અં. ગ.) પાંસઠમા પટ્ટધર હતા. તેઓ મેવાડના ઉદયપુરના શ્રીમાળી જ્ઞાતિના ચેધરી યેધાની સેના નામે ભાર્યાથી જન્મ્યા હતા. તેમને જન્મ સં. ૧૬૯૪માં થયે હતો. તેમનું મૂળ નામ અમરચંદ્ર હતું. સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી હતી અને સંવત ૧૭૧૫ માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. સંવત ૧૭૧૮ માં કચ્છમાં ગણેશપદ પામ્યા. સં. ૧૭૬૨ માં ધોળકે કાળધર્મ પામ્યા.
ધર્મલક્ષમી મહત્તરા (સં. ૧૪૯૧) સં. ૧૪૯૧ પહેલાં માતમાં એસવંશી સની સિંહ (સીહ) વસતો હતો. તેને રમાદેવીથી મલાઈ નામની પુત્રી થઈ. તે જ્યારે સાત વર્ષની થઈ ત્યારે તેણીએ શ્રી રત્નસિંહરિના હાથે વિ. સં. ૧૮૯૧ માં દીક્ષા લીધી અને ધર્મલક્ષ્મી નામ રાખ્યું. આ વખતે રત્નચૂલા નામની મહત્તા હતી; તેનીજ પાટે આ ધર્મલક્ષ્મી આવ્યાં.
અંગ, ભાષા, લિપિ, પ્રકરણ વગેરેને તેણે અભ્યાસ કર્યો હતો. રતનસિંહસૂરિએ સં. ૧૫૦૧ માં તેને મહત્તરાપદ આપ્યું.
૭–સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
ખ. (૧૬ થી ૧૭ મા સૈકા સુધી) શ્રી હીરવિજયસૂરિ ( વિ. સં. ૧૫૮૩)
જૈન ઈતિહાસમાં પંદરમે અને સેળ સંકે અત્યંત સ્મરણીય છે. તે સેકાઓ સુવર્ણયુગના કહી શકાય. આ સૈકામાં ઘણા પ્રભાવશાળી આચાર્યો થયા છે. દિલ્હીના તખ્ત ઉપર મેગલ સમ્રાટ અકબર અને તેના પછીના રાજાઓને અમલ હતું. જ્યારે અકબર દિલ્હીની ગાદી પર
* જે. એ. ગૂ. કા. સં. પૃ. ૨૧૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org