________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
૫૩ હતે તે વખતે ગુજરાતમાં પ્રસિદ્ધ આચાર્ય હીરવિજયસૂરિ જેનધર્મને ઝુંડે ફરકાવી રહ્યા હતાં. સમ્રાટે તેમને બહુમાનપૂર્વક પિતાના દરબારમાં તેડાવી ભારે માન આપ્યું હતું.
આ આચાર્યે ખંભાતમાં સાત ચોમાસા જુદા જુદા વખતે કર્યા હતા. તે દરમીઆન તેમના શુભ હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ થઈહતી. તેમના વરદ હસ્તે ઘણાએ દીક્ષા લીધી હતી, અને તેમના ઘણું શિષ્ય થયા હતા. એટલે ખંભાતના જેન ઈતિહાસમાં આ આચાર્યશ્રીને પ્રભાવ સેનેરી અક્ષાએ સેંધાયું છે. ખંભાતના કવિ શવભદાસે સંવત ૧૬૮૫ માં “હીરવિજયસૂરિને રાસ રચે છે તે ઉપરાંત “હીરસૌભાગ્યકાવ્ય” વગેરે સંસ્કૃત ગ્રંથ રચાયા છે. વધુ જાણવાની જિજ્ઞાસાવાળાએ સૂરીશ્વરને સમ્રાટ” વાંચો.
હીરવિજ્યસૂરિને જન્મ સં. ૧૫૮૩ માં પાલણપુરમાં થયો હતે. તેમના પિતાનું નામ કુરાશાહ અને માતાનું નામ નાથી હતું. તેમના સ્વર્ગવાસ પછી તેમણે દીક્ષા લીધી. મારવાડના નાડલાઈ ગામમાં સંવત ૧૬૦૭માં પંડિત પદ અને સં. ૧૬૦૮માં ઉપાધ્યાયપદ મળ્યું. ત્યારપછી સં. ૧૯૧૦ માં શિરેહી (મારવાડ) માં આચાર્ય પદ મળ્યું હતું.
હીરવિજયસૂરિ અને હબીબ –હીરવિજયસૂરિ એક વખત વિહાર કરતા કરતા ખંભાત આવ્યા. આ વખતે ખંભાતમાં હબીબલ નામને એક જે રહેતો હતો, તે ઘણે જબરે હતે. કહે છે કે તેને એક ટંકનો રાક એક મણને હતો. આ હબીબલાએ ગમે તે બહાનું કાઢીને સૂરિશ્વરનું ઘણું અપમાન કર્યું, તેમાં વળી સૂરિશ્વરને દ્વેષી મહીઓ નામને એક ગૃહસ્થ હતો તે તેને મળી ગયો. એટલે તે વધારે ફાવી ગયો. પરિણામે સૂરીશ્વરને તેણે ગામ બહાર કાઢ્યા. આથી જેન કેમમાં ખળભળાટ મચી ગયે. સૂરિજીના આ અપમાનથી જૂદા જૂદા ગચ્છના જે સાધુઓ ખંભાતમાં હતા તેઓ પણ ગામમાંથી નીકળી ગયા. પછી ખાજા હબીબલાને સજા કરવા તથા સાધુઓનું અપમાન થતું અટકાવવા ઘનવિજય નામના એક સાધુને અકબર પાદશાહ પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ અકબર પાસેના જેન સાધુ શાન્તિચંદ્રને બધી હકીકત કહી તેમણે અકબરશાહને સઘળી હકીક્ત નિવેદન કરી. બાદશાહે કહ્યું “તેને બાંધી-જૂતાં મારીને અહીં લાવવાને હમણાંજ હુકમ કરૂં .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org