________________
થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
લીધું હતું તે પણ રદ કરાવ્યું અને રાયકલ્યાણના જુલમથી જેઓએ જૈનધર્મને ત્યાગ કર્યો હતો તેઓને પાછા ઠેકાણે લાવવામાં આવ્યા.
શ્રી હીરવિજયસૂરિના વિદ્યાગુરુ–સૂરિજી એકવાર ખંભાતમાં હતા તે વખતે તેમનો પૂર્વાવસ્થાને વિદ્યાગુરુ આવી ચઢયો. આ વખતે આચાર્યશ્રી જેમાં મહાગુરુ ગણાતા હોવા છતાં તેમણે પિતાના વિદ્યાગુરુને ઘણું માન આપ્યું, તેમ સઘળા જૈન સંઘે તેમને માન આપ્યું. પછી સૂરિજીએ વિદ્યાગુરુ પ્રત્યે વિનયભરી રીતે કહ્યું કે—મારા જેવો નિર્ચન્થ આપને શું ધરી શકે? અધ્યાપકે કહ્યું આપને જરાપણ મુંઝાવાની જરૂર નથી; મારે અહીં આવવાનું કારણ જુદું જ છે. મને એક દિવસે સર્પદંશ થયે હતો. તેનું વિષ કેઈપણ ઉપાયે ઉતરતું નહતું. પછી આપના નામસ્મરણપૂર્વક તેને દંશમાંથી ચૂસતાં તે ઉતરી ગયું, અને હું બચ્યો. આ ઉપરથી એમ સમજાયું કે જેના માત્ર નામસ્મરણમાં આટલો ચમત્કાર છે, તો તેમના પ્રત્યક્ષ દર્શન કરી કૃતાર્થ થાવું જરૂરનું છે; આ શુભ આશય ધારણ કરી અત્રે આવ્યો છું. આ વખતે સોની તેજપાલના પત્ની સંઘવણ સાંગદે પાસે બેઠાં હતાં, તેઓ આ વાતચીતથી વાકેફ થતાં તેમણે પ્રશ્ન કર્યો કે “આપના આ પૂર્વાવસ્થાના ગેર છે?” સૂરિએ કહ્યું કે એ ગેર નથી પણ મારા વિદ્યાગુર છે; સંઘવણે પોતાના હાથમાંનું કડું કાઢીને તરત જ તેમના આગળ મૂક્યું તથા બીજા ગૃહસ્થ પાસેથી બાર રૂપીઆ એકઠા કરી એ વિદ્યાગુરુને આપ્યા.
સૂરિજીના ભકત--આ પ્રભાવશાળી આચાર્યના ખંભાતમાં ઘણા ધનાઢયો, ભક્તો હતા. સોની તેજપાળ, સંઘવી ઉદયકરણ, ઠક્કર કીકા, પારેખ રાજીયા તથા વજીયા વગેરે તેમના પરમભક્ત હતા. ' સૂરિજીના હાથે ખંભાતમાં સં. ૧૯૧૭ માં ૩, ૧દરર માં ૩, સં. ૧૬૨૬ માં ૪, સં. ૧૬ર૭ માં ૨, સં. ૧૯૩૦ માં ૧, સં. ૧૬૩૧ માં ૧, સં. ૧૬૩૨ માં ૩, સં. ૧૬૩૭ માં ૨, સં. ૧૬૩૮ માં ૨, સં. ૧૬૪ માં ૧, સં. ૧૬૫૩ ૩. એમ લગભગ ૨૫ પ્રતિમાની પ્રતિછાઓ થઈ હતી. તેમણે સાત માસાં ખંભાતમાં કર્યા હતાં.
સ્વર્ગવાસ-આચાર્યશ્રી સંવત ૧૬૫ર ના ભાદરવા શુદિ ૧૧ ને દિવસે કાઠીઆવાડના ઉના ગામમાં સ્વર્ગવાસ થયા. તેની બીજી સાલના માગસર વદિ ૨ ને સોમવારે પુષ્ય નક્ષત્રના દિવસે ખંભાત નિવાસી સંઘવી ઉદયકરણે તેમની પાદુકાની શત્રુંજ્ય ઉપર સ્થાપના કરી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org