________________
૪૩
ખંભાતવાસીઓની જિનભક્તિ. સત્યતા માટે કે વિશ્વસનીય પ્રમાણ મળ્યાં નથી જેથી તે બાબત શોધકો માટે રાખી આગળ ચાલીશું.
બહામંત્રીએ કરેલું ઉદ્ધાર—(સં. ૧૨૧૧) ખંભાતના મંત્રીશ્વર ઉદયન કે જેને ઉમહેતે કહેતા હતા તે ગુજરેશ્વર કુમારપાળને ખંભાતમાં મૂકેલ મંત્રી હત; બાહડ એ ઉદયનને પુત્ર હતે.
કાઠિવાડના સુંવર નામના માંડલીક શત્રુને જીતવા માટે કુમારપાળે પોતાના મંત્રી ઉદયનને માટી સેના આપી મોકલ્યા. વઢવાણ પહોંચ્યા પછી ઉદયનને કુરણ થઈ કે શત્રુંજય નજીક આવ્યો છું તો હું તેના દર્શન કરી પાવન થાઉં. તેણે લશ્કર રવાના કર્યું અને પોતે ત્વરીત ગતિએ ગિરિરાજ શત્રુંજય ઉપર ગયે. આ સમયે મંદિર પથરનું ન હતું, લાકડાનું હતું અને મંદિરની અવસ્થા બહુ જીર્ણ થઈ ગઈ હતી. દ્રવ્યપૂજન કરીને પ્રાર્થના કરવા માટે મંત્રી રંગમંડપમાં બેઠા. એટલામાં
એક દરમાંથી એક ઉંદર નીકળી દીવાની બત્તી લઈ ગયો. મંત્રીને વિચાર થયે કે આ દીવાબત્તીથી આ કાષ્ટમય અને જીણુંવસ્થાવાળું દહેરૂં સળગી ઉઠશે. મારી સંપત્તિ શા કામની છે ? મંત્રીએ તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે આ યુદ્ધમાંથી છૂટા થયા પછી આ કાષ્ટમય દહેરાને જરૂર ઉદ્ધાર કરીશ ને કાષ્ટને બદલે પત્થરથી મજબુત કરાવીશ. આ પ્રતિજ્ઞા કરી મંત્રી ત્યાંથી યુદ્ધમાં ગયા, ત્યાં ગયા પછી લડાઈમાં મંત્રીને સખત ઘા પડ્યા અને જીવવાની આશા મૂકી. આ વખતે તેને જીવ ગુચવાતું હતું, તેને જીવ ગભરાતો જોઈ સેનાપતિએ તેમને તેનું કારણ પૂછ્યું, ત્યારે મરણ પથારી પર પડેલા ઉદયન મંત્રીએ કહ્યું કેહું કર્તવ્ય બજાવતાં જાઉં છું, પરંતુ મારી અંતિમ ઈચ્છા એટલી રહી જાય છે કે મેં શત્રુંજય ઉદ્ધારની પ્રતિજ્ઞા લીધી છે તે મારાથી પૂર્ણ થઈ શકી નથી. માટે મારા પિતૃભક્ત પુત્રને કહેશે કે તે મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરે. ત્યારબાદ ઉદયનને દેહ છૂટી ગયે. ઘેર આવી સૈનિકેએ ઉદયનના પુત્ર બાહડ (વાડ્મટ) અને અંબને ઉદયનની અંતિમ ઈચ્છા જણાવી તેના સુપત્ર બાહડે ત્રણ જ વર્ષમાં તે મંદિર તૈયાર કર્યું અને તેની પ્રતિષ્ઠા કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ વિક્રમ સં. ૧૨૧૧ (બીજામતે ૧૨૧૩) માં કરાવી. મેરૂતુંગાચાર્ય લખે છે કે આ મંદિર બનાવવામાં બાહડને એક કરોડ સાઠ લાખ રૂપીઆ ખર્ચ થયે હતો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org