________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ૬–રથંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
ક (૧૨ મા થી ૧૫ મા સૈકા સુધી) શ્રી હેમચંદ્રાચાર્ય. ( વિ. સં. ૧૧૪૫)
ખંભાતમાં જે જે મહાન ન આચાર્યો થઈ ગયા છે, તેમાં સૌથી અગ્રપદે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય છે. જેનધર્મની કીર્તિને વિશેષ ઉજજવળ કરનાર આ મહાન આચાર્યે ખંભાતમાંજ દીક્ષા લીધી હતી. દુઃખ, ભય અને ત્રાસથી રખડતા કુમારપાળને હેમચંદ્રાચાર્યના પ્રેમભર્યા કટાક્ષથી સારે આશ્રય મળ્યો હતો તથા કૃપાદ્રષ્ટિથી જીવતદાન મળ્યું હતું. વળી રાજ્યપ્રાપ્તિની ભવિષ્યવાણી કુમારપાલને ખંભાતમાંજ કહી હતી અને મને રાજ્યપ્રાપ્ત થશે તો હું જૈનધર્મ સ્વીકારીશ, એવી પ્રતિજ્ઞા આ પુણ્યવંતા નગરમાં લેવાઈ હતી. જેના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયલા આ અણમૂલા પ્રસંગે ખંભાતની કીર્તિને સદા સ્મરણ રાખનાર છે, તથા ખંભાતના જૈનવાસીઓને અત્યંત મગરૂરી ઉપજાવે તેમ છે. “કલિકાલ સર્વજ્ઞ’નું બિરૂદ પ્રાપ્ત આ સૂરિશ્વરનું ચરિત્ર નીચે પ્રમાણે છે –
ધંધુકા નગરના મેઢ વણિક ચાચીંગને ત્યાં તેની પાહિણી નામની પતિનથી સં. ૧૧૪૫ ના કારતક સુદિ ૧૫ ને દિવસે એક પુત્રને જન્મ થયે. માતા પિતાએ પિતાની કુલદેવી ચામુંડા તથા કુલદેવ ગેનશ એ બે દેવના પહેલા અક્ષરે લઈ તેનું નામ ચાંગદેવ પાડ્યું. ચાંગદેવ આઠ વર્ષના થયા એવામાં દેવચંદ્ર નામે આચાર્ય ત્યાં આવ્યા અને મોઢવસહિકા નામે સ્થાનમાં ઉતર્યા. એક દિવસ ચાંગદેવ અને તેમની માતા વખાણ સાંભળવા આવ્યા. ચાંગદેવ રમતમાં તે આચાર્યની ગાદી પર બેસી રમત રમવા લાગ્યા. દેવચંદ્ર ગાદી પર બેઠેલા બાળક તરફ આશ્ચર્ય પૂર્વક નીહાળવા લાગ્યા. તે બાળકના સામુદ્રિક ચિન્હ જોઈ તે બોલ્યા કે આ છોકરે જે ક્ષત્રિય કુળમાં જન્મ્યો હશે તો ચક્રવર્તિ રાજા થશે અને જે બ્રાહ્મણવાયાના કુળમાં જનમ્યો હશે તો ચક્રવર્તિ રાજાને આજ્ઞામાં રાખે એ સમર્થ થશે, અને જે જૈનધર્મ પામે તે જિનશાસનની મોટી ઉન્નતિ કરી યુગપ્રધાનની પેઠે કલિયુગમાં પણ સતયુગ પ્રવર્તાવે. તેમની આ ભવિષ્યવાણુ અક્ષરેઅક્ષર સાી હતી.
ઘણા જેને સાથે આચાર્યશ્રી ચાચીંગને ઘેર ગયા, તે સમયે ચચીંગ ગામ ગએલ હક માત્ર પાહિ ઘેર હતી. તેની પાસે ચાંગદેવની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org