________________
સ્થભર્તીથ અને પ્રભાવિક આચાર્યો.
પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીદેવીના પ્રસાદથી સેમચંદ્રમુર્નિ સિદ્ધ સારસ્વત, વિદ્વાનમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા.”
એવામાં સેમચંદ્ર મુનિને સૂરિપદને એગ્ય સમજીને શ્રી સંઘને બોલાવીને શ્રી દેવચંદ્રગુરૂએ વૈશાખ મહીનાની તૃતીયાના દિવસે સંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરૂ કરતાં ચે તરફ મંગલવાદ્યોના નાદથી સમય સૂચિત થતાં નંદીવિધાનના કમપૂર્વક ધ્યાનથી શ્વાસપૂરતાં દેવચંદ્રસૂરિએ અગર, કપૂર અને ચંદનના દ્રવ્યથી અચિંતઃ કરીને પૂર્વે ગૌતમાદિ સુરિશ્વરેએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને સંભળાવ્યું, અને ત્યારથી શ્રી હેમચંદ્રસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા. સંવત ૧૧૬૬.
તે વખતે પોતાને પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિણી શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગિકાર કર્યું. સભા સમક્ષ તેજ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિનીનું પદ અપાવ્યું અને તેને સિંહાસન પર બેસવાનું શ્રી સંઘ પાસે કબુલ રખાવ્યું.
હેમાચાર્યને સિદ્ધરાજ ઘણું માન આપતો અને કુમારપાળ તેમને ગુરુ તરીકે ગણતો. તેમણે “સિદ્ધહેમ” નામને વ્યાકરણ ગ્રંથ, ‘ત્રિપષ્ટિશલાકા પુરુષ ચરિત્ર”, “દ્વયાશ્રય” આદિ જુદા જુદા વિષયો પર ઘણા ગ્રંથો રચ્યા છે. આ પ્રભાવશાળી આચાર્ય સંવત ૧ર૯ માં કાળધર્મ પામ્યા.
શ્રી વિજયચંદ્ર (વૃદ્ધ પૌશાલિક તપાગચ્છ પટ્ટાવલી)-વિજ્યચંદ્ર તે મૂળ ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલને ત્યાં લખનાર મહેતા હતા. ખંભાતમાં વસ્તુપાલની પાસે તેમના બંધુની સ્ત્રી અને પદેએ એ આગ્રહ કર્યો કે દેવભદ્ર ઉપાધ્યાય (જગચંદ્રસૂરિના ગુરૂ) પાસે તેને દીક્ષા લેવરાવી તે મહેતાને ત્રાણુમુક્ત કરે. આથી વસ્તુપાલે દેવભદ્રજીને વિનંતિ કરતાં તેમણે દીક્ષા આપી. પછી અને પદેની વિનંતિથી તેમને આચાર્યપદ આપ્યું. દેવેન્દ્રસૂરિએ પ્રથમ આચાર્યપદ લીધું હોવાથી તેમના ૧ “શ્રી હેમચંદ્રાચાર્ય' નામે ડે બુલરને લખેલે અને શ્રી. મોતીચંદ
ગીરધરલાલે ભાષાન્તર કરેલે ગ્રંથ વાંચો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org