________________
૪૬
ખભાતના પ્રાચીન જૈન તિહાસ.
માગણી કરી. પેાતાની કુખે આવું અમૂલ્ય રત્ન પાકયું છે તે જાણી પાહિણીને અનહદ આનંદ પ્રાપ્ત થયા હતા. આચાર્ય ને માન આપનારી પાહિણીના મનમાં પુત્ર અર્પણ કરવાના સકાચ થયે; છતાં સધન! આગ્રહથી અને સત્યજ્ઞાનનું ભાન થવાથી ચાંગદેવને દેવચંદ્રને અર્પણુ કર્યા. તે લઇને દેવચંદ્ર શ્રી સ્તંભતીર્થ આવ્યા.
ખંભાતમાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં સર્ચ ૧૧૫૦ માં માઘ મહિનાની શ્વેત ચતુર્દશીના દિવસે બ્રાહ્મમુહૂતે અને શિનવારે આઠમે વિષ્ણુ ધર્મસ્થાન અને વૃષભની સાથે ચંદ્રમાના યોગ થતાં બૃહસ્પતી લગ્નમાં સૂર્ય અને નામ શત્રુસ્થિતિમાં રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહેાત્સવ કરતાં ગુરૂ મહારાજે ચાંગદેવને દીક્ષા આપી અને તેનું નામ સામચંદ્ર પાડયું. પછી યાગ્ય શિષ્યાને ઉચિત અને આર્હુત આગમમાં બતાવેલા આચારા તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા.”
એ વાત ચાચીંગના જાણવામાં આવતાં તે તરત ખંભાત આવ્યે અને ક્રોધાયમાન થઇને કર્કશ વચના ખેલવા લાગ્યો; તેને ગુરુ પાસે લઇ જઈને ઉડ્ડયન મંત્રીએ મધુર વચનથી શાંત પાડયા.
દીક્ષા લીધા પછી તેમણે તર્ક શાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ કરવા માંડયા, એકદા પૂનું ચિંતન કરતાં તેમને વિચાર આવ્યા કે અલ્પ બુદ્ધિ એવા અમને ધિક્કાર છે. માટે ચકાર પક્ષી જેમ ચદ્રમાની તેજસ્વી જ્ગ્યાહ્નાને આરાધે તેમ મારે કાશ્મિરવાસી દેવીનું આરાધન કરવુ.’ એમ નિશ્ચય કરીને સામચંદ્ર મુનિએ ભારે નમ્રતા પૂર્વક ગુરૂ મહારાજને વિનંતી કરી. એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે વિનતિ માન્ય રાખી. પછી ગીતા સાધુએ સાથે અનેક વિદ્યાથીઓના નિધાન એવા સામચંદ્ર મુનિએ તામ્રલિપ્તથી કાશ્મિર દેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા જૈવતાવતાર તીર્થમાં ગીતાર્થીની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતીદેવી તે મુનિને સાક્ષાત થઈ અને કહેવા લાગી કે હે નિર્મળવત્સ! તું દેશાન્તર જઇશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ઠ થયેલ હું અહીંજ તારી ઇચ્છા પૂર્ણ કરીશ. એમ કહીને ભારતીદેવી અદૃશ્ય થઈ ગઇ. એટલે તેમની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે * પ્રભાવક ચરિત્ર પૃ. ૨૮૯ હેમચંદ્રસૂરિ મુનિ કલ્યાણવિજયનું ભાષાન્તર જુએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org