________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
લાડવાડે. ૮ શ્રી અભિનંદન જિનાલય–આ મેડીનું દહેરું કહેવાય છે. તેમાં સં. ૧૫૧૫ ની શ્રી સંભવનાથની તથા સં. ૧૯૭૭ની શ્રી અનિતનાથની તથા ઈલાહી વર્ષ ૪૧ ની શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે.
ખારવાડે. ૯ શ્રી અનંતનાથ જિનાલય–આ જિનાલયમાં તેરમા ચૌદમા સૈકાની મૂર્તિઓ છે.
૧૦ શ્રી કંસારી પાર્શ્વનાથ –ખંભાતથી ઇશાન કેણમાં આશરે એક માઈલને છેટે એક નાનું ગામ છે તેને કંસારી કહે છે. હાલ ત્યાં જેનેની વસ્તી નથી તેમ જૈન દેરાસરે નથી; પણ પહેલાં સત્તરમા સૈકામાં ત્યાં જૈન દેરાસરે હતાં. ખંભાતના કવિ ઋષભદાસે ચૈત્યપરિપાટી બનાવી છે તેમાં તે કથે છે કે
“ભીડિભંજણ જિન પૂજવા, કંસારીપુરમાંહિ જઈઈ, બાવીશ ચંબ તિહાં નામી, ભાવિક જીવ નિર્મળ થઈઈ, બીજઈ દેહરઈ જઈ નમું, સ્વામિ રૂષભ જિસુંદ, સતાવીસ બંબ પ્રણમતા, સુપુરૂષ મનિ આણંદ.”
સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગચ્છના વિજયદેવસૂરિ ખંભાત પધાર્યા હતા, ત્યારે તેઓ કંસારીમાં ત્રણ દિવસ રહ્યા હતા. તેમણે પાર્શ્વનાથનાં દર્શન કર્યાનું મનજી રાષિએ વિજયદેવસૂરિ રાસમાં લખ્યું છે કે –
“ગછપતિ પાંગર્યા પરિવારઈ બહુ પરવર્યા ગુણભર્યા કંસારી આવીયા એ.”
(એ. રા. ભા. ૩ જે પૃ. ૩૧) સં. ૧૭૦૧ માં રચાયેલી તીર્થમાળામાં પણ તેને નિર્દેશ છે. કંસારીમાંથી એ પાશ્વનાથને કઈ સાલમાં ખંભાતમાં આણ્યા તેની સાલ ચોક્કસ મળતી નથી. અહીં આપ્યા પછી તેમનું નામ કંસારી પાર્શ્વનાથ પડયું છે. તે અગાઉ તે “ભીડભંજન પાર્શ્વનાથ” નામથી ઓળખાતા.
૧૧ શ્રી મહાવીરસ્વામિ જિનાલય –આ જિનાલયમાં સં, ૧૫૯, ૧પ૧૦, ૧૫ર૧, ૧૫૩૧,૧૫૪૯,૧૫૭૬ વગેરે સાલેની મૂર્તિઓ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org