________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઈતિહાસ. દેરાસરની અંદર સંસ્કૃતમાં દર લેકને દેરાસરના સવિસ્તર વર્ણનવાળે એક પ્રશસ્તિ લેખ છે. તે લેખ પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે, તેમ પા. રાજીયાવયા સંબંધી હકીક્ત આપવામાં આવી છે. યાત્રાળુઓ તથા અન્ય ધમી ઓ દહેરાની અવશ્ય મુલાકાત લે છે. આ દહેરાની નજીકમાં એક દહેરી છે તેમાં નીતિવિજ્યની મૂર્તિ પધરાવવામાં આવી છે અને હર્ષવિજયની પાદુકાઓ સં. ૧૯૮૦માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ૩૯ શ્રી આદિજીનનું દહેરૂં-દહેરીની બાજુમાં છે.
ચોળાવાડે. આ ખડકીમાં ૪૦ શ્રી સુમતિનાથ (મુખ) નું દેરાસર છે. તેમાં સં. ૧૮૭૯ની શ્રીભાવ દેવસૂરિ’—એ ઉલ્લેખ મળે છે. આ દેરાસરમાં પણ જોવા જેવું કેટલુંક છે.
વાઘ માસીની ખડકી. ૪૧ શ્રી સંભવનાથ જિનાલય –ખડકીમાં પેસતાં તરત ભૈયરાવાળું જિનાલય આવે છે. સેંયરામાં ત્રણ ભવ્ય પ્રતિમાઓ બિરાજે છે.
૪૨ શ્રી વિજયચિંતામણિ પશ્વનાથ:– ખડકીની બહાર નીકળતાં સન્મુખ આ જિનાલય આવે છે. મૂર્તિ બહુ પુરાણી છે.
માટે કુમારવાડ. ૪૩ શ્રી શીતળનાથ જિનાલયા-મોટા કુમારવાડામાં આ જિનાલય આવ્યું છે. એકંદરે તે સાદુ છે.
માંડવીની પિળ. આ પિળમાં જ કંથનાથનું અને ૪૫ શ્રી આદિનાથનું, તથા શ્રી નેમિનાથનું, અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું, એમ ચાર જિનાલય છે. - આદિનાથના દહેરાને જીર્ણોદ્ધાર નવેસરથી કરાવવામાં આવ્યા છે, અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૯ માં શ્રીમદ વિજયવલ્લભસૂરિના હાથે કરાવવામાં આવી છે. આ ઉત્સવમાં ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ જીનાલયની નજીકમાં એક દહેરીમાં પંજાબ કેશરી શ્રીમદ્ આત્મારામજી તથા શ્રી વિજયવલ્લભસૂરિની તથા શ્રી હર્ષવિજયની મૂર્તિઓ છે અને જીનાલયની બીજી બાજુએ એક દહેરીમાં શ્રી મણિભદ્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org