________________
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
ગીમટી. ૩૪ આ લતામાં શ્રી મહાવીર સ્વામીનું તથા શ્રી અજિતનાથ નું એમ બે જિનાલયે આવ્યાં છે. શ્રી મહાવીર સ્વામીનું દેરાસર કાચવાળું દેરાસર કહેવાય છે. કારણ કે દહેરાસરની અંદર સઘળે કાચ જડેલા હોવાથી બહુ સુંદર લાગે છે. આ દેવાલયમાં જુનું બિંબ સંવત ૧૩૩૨ના વૈ. સુ. ૩ ને રવિવારે ડીસાવાલ જ્ઞાતિના છે. પૂવડ તેની સ્ત્રી પાસુના પુણ્ય માટે તેના પુત્ર શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું છે. (જુઓ બુ. લે. સં. ભા. ૨ લે. નં. ૭૦૨).
ઉડીપળ. ૩૫ શ્રી શાંતિનાથ જિનાલય –આ જિનાલયમાં જુદા જુદા સૈકાની લગભગ ૧૧ પ્રતિમાઓ છે. તેમાં સં. ૧૫૦૯માં કેરંટ ગચ્છના શ્રી સાવદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલી તથા શ્રી હિરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠિત થએલા શ્રી પદ્મપ્રભુની મૂર્તિઓ છે.
પુન્યશાળીની ખડકી. ૩૬ શ્રી શાંતિનાથ જિનાલય.
દંતારવાડે. ૩૭ શ્રી કુંથુનાથ જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલય છે.
સાગટાપાડે ૩૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય:--બજારમાં શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં જતાં પ્રથમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઉપરના ભાગે તેમજ શ્રી સ્વૈભણુ પાર્શ્વનાથ ભેંયરામાં બિરાજે છે. જેવી રીતે માણેકકનું યરવાળું દહેરૂં સુંદર અને જોવા ગ્ય છે તેવીજ રીતે આ દહેરૂં સેંયરાવાળું હોવાથી જોવાલાયક છે. ભેંયરું વિશાળ છે. વચમાં થાંભલા નથી. તેમાં ઉતરવાને એક સાંકડી સીડી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમાં પ્રકાશ આણવાને નવીન પ્રકારની રચના કરવામાં આવી છે.
આ દહેરામાં ભવ્ય પ્રતિમાજી બિરાજે છે. આ દહેરૂં બંધાવનાર ગાંધાર નિવાસી પારેખ રાજીયા અને વજીયા છે. તેઓએ સં. ૧૬૪૪ની સાલમાં બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે થઈ છે.:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org