________________
વર્તમાન જૈન મંદિરે.
૨૯ વિલાયતથી બારેબાર મંગાવવામાં આવ્યું હતું. લગભગ પચાસ હજારને આરસ અને તેનાપર સાઠ હજાર મજુરી થઈ છે. એકંદરે તેને બંધાવતાં ત્રણ લાખ રૂપીઆ ખરચ થયેલ છે. તેની અત્યારના સમય પ્રમાણે વધારે કીંમત થાય. મિસ્ત્રીને માસિક રૂ. ૧૮ પગાર આપવામાં આવતું અને મજુરે ૩ થી ૧૨ પૈસા ખંભાતીથી રેજ તરીકે રાખવામાં આવ્યા હતા. એવા કુલ ૧૫૦ કારીગર જ આવતા.
આ દહેરામાં કુલ ૨પર મૂર્તિ છે. પાંચ શિખર છે. ગભારા ૧૯ ગણાય છે. મૂળ ૭ દહેરામાં બીજાં ૧૫ દહેરાં ઉમેરી કુલ ૨૨ દહેરાંની મૂર્તિઓ બેસાડવામાં આવી છે. તેને ત્રણ માળ છે. ભેંયરામાં ઘણી મૂર્તિઓ છે; વચેલે માળે અને બીજી ત્રીજે માળે છે. આ ગગનચુંબી શિખરવાળું ખંભાત શહેરને શોભાવનાર; જેના મહાનતીર્થની કીર્તિ વધારનાર જિનાલય તૈયાર કરવામાં ખંભાતના મહાન નાગરિક, ધર્મપ્રેમી શેઠ શ્રી પિપટભાઈ અમરચંદ તથા તેમની બરાબરીના શેઠ શ્રી પિટચંદ મૂળચંદને તન, મન અને ધનને અથાગ પરિશ્રમ રહેલો છે. અલબત્ત ધનની મદદ બહાર ગામના જૈન ભાઈઓ તરફથી થએલી છે, પરંતુ આ મહાન કાર્યની પાછળ રહેલી પ્રેરણુશક્તિ, કાર્યશક્તિ એ સઘળું ઉપરના ગૃહસ્થને યશભાગી બનાવે છે. તેમનાં નામ ખંભાતના જૈન ઇતિહાસમાં સદા અમર છે.
---
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org