________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ.
વિ. સ’. ૧૮૮૬માં પંડિત રત્નકુશલે પાર્શ્વનાથ સંખ્યાસ્તવન’ રચ્યું છે. તેમાં તે જણાવે છે કે—
66
6
શ્‘ભણપાસ જિજ્ઞેસર સાચુ સુરતર્ રે અડવિડ આધાર ભીડભંજન પાસ ભીડભજન જિન નમા રે ટાલે રોગ પ્રચાર– ’ ( પ્રા. તી. ભા. ૧ લેા પૂ. ૧૬૯ )
'
સત્તરમા શતકના ખંભાતના મહાકવિ ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસમાં જણાવે છે કે પોતે આઠ યાત્રા કરી. યાત્રાના સ્થળે ગણાવતાં તેમાં ૮ ખંભનગર ' ને પણ ગણાવ્યું છે. સ. ૧૭૦૧ માં મતિસાગરે ખંભાતન્ત તીર્થમાળા બનાવી છે. મુનિજ્ઞાનવિજચે પેાતાના “ જૈન તીર્થોના ઈતિહાસ' માં ખંભાતને જૈનતીર્થ તરીકે ગણ્યું છે અને શ્રીસ્ત ંભન પાર્શ્વનાથના ટુક હેવાલ જણાવ્યેા છે. વિદ્યાસાગર ન્યાયરન મહારાજ શાંતિવિજયજી પાતાના રચેલા “ક્તિાખ જૈન તીર્થ ગાઈડ ” નામના હિંદી પુસ્તકમાં કહે છે કેર “ હુમને ખંભાત શહેર દેખા હૈ, યાત્રીચાંકા ઠહરને કે લીયે ધર્મશાલા બની હુઈ હૈ, કાઈ તકલીફ ન હેાગી. જૈન શ્વેતાંમર શ્રાવકેાકી આખાદી એર કઈ બડેખડે જૈન મંદિર યહાં પર મેળૂદ હૈ. જિસમે સ્થંભન પાર્શ્વનાથજીકા મંદિર નામી હૈ, મુનિજના કે લીયે મકાન-એર જૈન પુસ્તકાલય યહાં અદ્ભુત અડા હૈ, × × લકડી ઔર પત્થરકા કામ યહાંકા મુલ્કા મે મશહૂર હૈ.-” વગેરે.
,,
× ×
૧૭
આ પ્રમાણે ખંભાત જૈનાનું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હાવાથી વર્તમાન કાળમાં હિંદુસ્તાનની મુસાફીએ-યાત્રા નિમિત્તે નીકળતી સ્પેશિયલ ટ્રેન પૈકી ખાસ જૈન યાત્રાળુઓ માટે નીકળેલી એક સ્પેશિઅલ ટ્રેન સવત ૧૯૯૩-૯૪માં ખંભાત આવેલી. ખંભાતના જૈન ભાઈઓએ તે યાત્રાળુએ પ્રત્યે સારા ગૃહસ્થ ધર્મ બજાવેલા અને ખંભાતના પ્રાચીન ગૌરવમાં સારી અભિવૃદ્ધિ કરી હતી.
↑ પૃ. ૪૪.
૨ તે સને ૧૮૯૧ માં ખંભાત આવેલા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org