________________
સ્તંભતીર્થ.
ખંભાત-કેએ.
ખંભાત આ નામ પહેલું મુસલમાન ઈતિહાસકારોના ગ્રંથમાં જડે છે. ખંભાત શબ્દની ઉત્પત્તિથી જે સિદ્ધ થયું છે તે પરથી જણાય છે કે સ્તન્મ શબ્દને ખંભ શબ્દ થઈ તેનું ખંભાત અથવા ખંભાયત નામ થયું છે. કેટલાક દસ્તાવેજોમાં ખાસ કરીને અકબર, જહાંગીર વગેરે મેગલ રાજાઓના સમયમાં ખંભાયત શબ્દ વપરાતો હતા, અને હજુ પણ કેટલાક આવી રીતે લખે છે. માર્કોપોલો (ઈ. સ. ૧૨૯૦) કમ્બાયત નામ આપે છે. સત્તરમા સૈકાના કેટલાક તેને કેમ્બયા નામ આપે છે. પણ યુરોપિયન લેકેએ તેમાં સુધારો કરીને તેને કેએ નામ આપ્યું છે. ગંભૂન.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં જણાવ્યું છે કે “શેવિંદ”૩ જે નામના રાજાની સામે થનાર રાજાઓમાં સ્તંભન રાજા હતો. ખંભાતનું જુનું નામ ગંભૂત બદલાઈને સ્તબ્લતીર્થ થયું હતું તે ઉપરથી એમ લાગે છે કે આ સ્તન્મ રાજાને ખંભાત સાથે કંઈ સંબંધ હશે. ગોવિંદ ત્રીજાનો સમય ઈ. સ. ૮૦૦-૮૦૮ ગાયની વા ગજનિ.
ગાયની વા ગજનિ એ ખંભાતનું પ્રાચીન નામ છે. આ પ્રકારે કર્નલ ટેડ સાહેબ જણાવે છે.* જુદા જુદા નામ. પસં. ૧૫૫૬ માં પંચદંડ ચતુષ્પદીમાં આપેલાં નામ
તું વળતૂ સાસુ ભણુઈ, સુણિ ન જમાઈ કામ, નયર ખ ભાઇત જાણજે, જેહનાં છઈ પંચ નામ,
બાવતી વખાણીઈ ભગવતી અભિરામ,
લીલાવતી લીલા કરી, અમરાવતી તસુ નામ કવિ ષભદાસ (સં. ૧૭૬૮) ખંભાતના તે નીચે પ્રમાણે ગણાવે છે.
ઇસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ,
ત્રંબાવતી પિણ કહીએ, ખંભનગર પિણ લહિએ-૬ ૧ ગુજરાત સર્વસંગ્રહ ૫ ૪૫૭ ૨ “બુદ્ધિપ્રકાશ” ૧૯૧૪ જુલાઈ
ગોવિંદભાઈ હાથીભાઈ કૃત ગુજરાતને પ્રા. આ પૃ ૧૩૦ ૪ કર્નલ ટોડ સા કૃત રાજસ્થાન ભા. ૧ પૂ. બીજાની ટીપમાં ૫ “બુદ્ધિપ્રકાશ” સને ૧૯૩૨ માર્ચ પૃ ૬૨ ૬ ભરત બાહુબલિરાસ. આ. કા. મ. મ ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org