________________
નાની કડી .
બુધ, ૭-૭-૯૯, દ્વિ. જેઠવદ – ૯
* ભવના રાગીને વિષય - કષાય વિના ચેન ન પડે, તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિયોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે, વફાદાર રહેવું જ પડે. આ ભક્તિયોગ છે. જેને સમર્પિત હોઇએ તેની વાત સ્વીકારવી પડે. “સ્વીકારવી પડે એમ કહેવા કરતાં જ્યાં પ્રેમ- સમર્પણ હોય ત્યાં સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જ વચન-યોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક પણ થવાના જ. આ અસંગયોગ છે.
* કોઈપણ યોગ (સ્થાન વગેરે કે અહિંસા વગેરે) સિદ્ધ થયો ત્યારે ગણાય જ્યારે તમારા દ્વારા સહજ રીતે જ બીજામાં વિનિયોગ થઈ શકે.
* નમસ્કાર કરવાની મારામાં શક્તિ નથી, યોગ્યતા પણ નથી. માટે જ શક્રસ્તવમાં ‘નમામિ ન કહેતાં “નમુત્યુ ણ' (નમોડસ્તુ) કહ્યું: “નમોડસ્તુ' એટલે નમસ્કાર હો!” “હું નમું છું' એમ નહિ, “હું નમું છું માં અહંકારની સંભાવના છે. નમસ્કાર હો!” માં નહિ.
* કાયા શાણી છે. વાણી પણ શાણી છે. આપણે ક્યીએ ને તરત જ માની જાય. પણ સવાલ છે મનનો. આપણે કહીએને મન માની જાય, એ વાતમાં માલનહિ, માની જાય એ મન નહિ.
કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય.
Jain કઈ કલાપૂર્ણસૂરિવા....
For Private & Personal Use Only
www.jainelibrary.org