________________
પ્રવૃત્તિઃ પાલન કરવું, સ્થિરતા : બાધક - અતિચાર - દોષોનો ભય ન રહે. સિદ્ધિઃ બીજાને પણ સહજપણે યોગમાં જોડવા. * નવકારના જાપમાં એકાગ્રતા સાધવા માટે અક્ષરોને મનની કલમથી લખો.
એકેક અક્ષર પર સ્થિર બનો. નવકારના જાપના અનુષ્ઠાનમાં નવકાર લેખનનો કાર્યક્રમ પણ હશે. હીરાની ચમકતી શાહીથી લખવું. કલ્પના શા માટે ઓછી કરવી? લખાઈ ગયા પછી એને ચમકતા જુઓ અને વાંચોઃ ન...મો...આ...રિ...હં...તા...ણું
અચક્ષુ દર્શનથી વાંચવાનું છે, ચામડાની આંખથી નહિ,
મનને સ્થિર કરવાની આકળા છે. રોજ બારનવકાર આ રીતે લખો. ભલે ૧૦૧૫ મિનિટ લાગી જાય. આ વયોગ છે.
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org