________________
કરી
Ni -
મંગળ, ૬-૭-૯૯, &િ. જે.વ.-૮
* અનાદિકાળથી જે પ્રભુનો વિયોગ છે, એ પ્રભુનો જે સંયોગ કરી આપે તે યોગ છે. જે સ્વામી પર પ્રેમ હોય તેની વાત પર, તેની આજ્ઞા પર પણ પ્રેમ હોય જ. તેજ વચનયોગ છે. પ્રભુનો પ્રેમ પ્રીતિયોગ. અનન્ય નિષ્ઠા તે ભક્તિયોગ. આજ્ઞા-પાલનતે વચનયોગ અને પ્રભુ સાથેતન્મયતાતે અસંગયોગ છે. પ્રીતિયોગ પ્રારંભ છે. અસંગયોગ પરાકાષ્ઠા છે. માટે જ હું વારંવાર પ્રભુ સાથે પ્રીતિ કરવાનું કહું છું. “પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદ શું મારું આ પ્રિય સ્તવન આ જ વાત કહે છે. પ્રીતિયોગમાં પ્રવેશ થવો જ અઘરો છે. એક્વાર તેમાં પ્રવેશ થઇ ગયા પછી આગળના યોગો બહુ અઘરા નથી. સંસાસ્ના પ્રેમને પ્રભુના પ્રેમમાં વાળવો, એ જ સૌથી કપરું કામ છે.
* જેની જેની પાસેથી મેં પાઠ લીધા છે તે સૌને હું રોજ યાદ કરું છું. “ગુરુ અનિવ”. આ એક જ્ઞાનાચાર છે. ઉપા. યશો વિ. એ હરસ્થળે ગુરુનય વિજયજીને (યશ વિ. પ્રસિદ્ધહતા. નય વિ.ને કોઈ જાણતુંય નહોતું) યાદ કર્યા છેઃ “શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક જશ કહે સાચું જી.” વિનય વિ. તો પોતાના ગુરુ કીર્તિ વિ.ના નામને મન્નમાનતા.
વિ.સં. ૨૦૧૩માં સૌ પ્રથમ માંડવીમાં પં. ભદ્રંકર વિ. મળેલા. ભુજપુરમાં ચાતુર્માસ હતા. ત્યારે તેમણે કહેલું તમે હરિભદ્ર સૂરિજીના ગ્રંથો વાંચો. સંસ્કૃત મજબૂત થતાં મુનિશ્રી તત્ત્વાનંદ વિ. પાસે યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ વગેરે ગ્રંથો વાંચ્યા. હરિભદ્રસૂરિના ગ્રંથોથી નિશ્ચયલક્ષી જીવન બને જ છે. સાથે - સાથે વ્યવહાર પણ દૃઢ
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org