________________
છોડીને બીજાને અપરાધી માનવો તે મિથ્યાત્વ છે. ભગવાને કોઈપણ શત્રુને અપરાધી તો નથી માન્યા, પણ ઉપકાર માન્યા છે.
* પ્રભુભક્તિ આજે હું નથી છોડતો. શા માટે? મને એમાં સ્વાદ આવે છે. આનંદપ્રદ યોગને શી રીતે છોડી શકું? જે સાધનામાં નિર્મળ આનંદ વધતો જાય તે જ સાચી સાધના. સાધનાની આ જ કસોટીઃ દિન-પ્રતિદિન આનંદ વધે છે કે નહિ? એ જ આનંદ આગળ વધતાં સમાધિરૂપ બનશે. ભક્તિએ તો સમાધિનું બીજ છે. પ્રભુની મનમોહકમૂર્તિ સમક્ષ હદયપૂર્વક ચૈત્યવંદનાદિ કરો. ભક્તિયોગનો પ્રારંભ થશે.
કહે કલાપૂર્ણસૂરિ
...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org