Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 13
________________ જેમના તરફ આપણું બહુમાન વધ્યું, તેમના ગુણો આપણામાં આવ્યા જ સમજો. – પૂર્વકાળમાં જીવનભર યોગોĀહન ચાલુ રહેતા. ક્યારેય જ્ઞાન કે સ્વાધ્યાય બંધ જ નહિ ! એમને જ્ઞાન – ધ્યાન મુશ્કેલ હશે ? મોક્ષ દૂર હશે ! આપણને તો જ્ઞાન-ધ્યાન એટલા આત્મસાત્ છે, મોક્ષ એટલો નજીક છે કે જાણે કાંઈ જ જરૂર નથી ! ન જ્ઞાનની ! ન ધ્યાનની ! ન બીજા કોઈ યોગની ! આપણે શૂરવીર ખરાને ! * નવકારનો જાપ એટલે અક્ષર દેહરૂપે રહેલા પ્રભુનો જાપ ! અક્ષરમય દેવતાનો જાય ! તમારું નામ, તમારો ફોટો, તમારા ભૂત – ભાવિ પર્યાય દ્વારા તમે વિશ્વમાં કેટલા બધા ફેલાયેલા છો ? ભગવાન પણ નામાદિ ૪ રૂપે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આપણા નામાદિ કલ્યાણકર નથી, ભગવાનના કલ્યાણકર છે. ભક્તને તો ભગવાનનું નામ લેતાં જ હૃદયમાં ભગવાન દેખાય છે. ઉપા. માન વિ. કહે છે : “નામ ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન...'' નામાદિ ચારેય પ્રકારે ભગવાન કઇ રીતે રહેલા છે ? જ્ઞાનવિમલ સૂરિ ચૈત્યવંદનમાં કહે છે : ‘“નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્યેભવ માંહિ વસે, પમ ન કળે કિમહી...’’ ભાવપણે સવિ એક જિન ત્રિભુવનમેં ત્રિકાળે.'' આનો અર્થ વિચારજો. હૃદય નાચી ઊઠશે. ન * આત્મા જો વિભુ-(વ્યાપક) હોય તો કર્મબંધ શાનો ? કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો ? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની ? આવો પ્રશ્ન, એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું : આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે. કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક – અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ સૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે. * મનની ચાર અવસ્થા છે ઃ વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ, અને સુલીન. સુલીન સુધી પહોંચવા માટે પહેલાની ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. * ગમે તે નામથી કોઈપણ ધર્મવાળા પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદીઓ સમુદ્રમાં મળે છે; તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે. * અપરાધીને ક્ષમા ન આપવી તે ક્રોધ. કર્મ સિવાય કોઈ અપરાધી નથી. એને ર... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 522