________________
જેમના તરફ આપણું બહુમાન વધ્યું, તેમના ગુણો આપણામાં આવ્યા જ સમજો. –
પૂર્વકાળમાં જીવનભર યોગોĀહન ચાલુ રહેતા. ક્યારેય જ્ઞાન કે સ્વાધ્યાય બંધ જ નહિ ! એમને જ્ઞાન – ધ્યાન મુશ્કેલ હશે ? મોક્ષ દૂર હશે ! આપણને તો જ્ઞાન-ધ્યાન એટલા આત્મસાત્ છે, મોક્ષ એટલો નજીક છે કે જાણે કાંઈ જ જરૂર નથી ! ન જ્ઞાનની ! ન ધ્યાનની ! ન બીજા કોઈ યોગની ! આપણે શૂરવીર ખરાને !
* નવકારનો જાપ એટલે અક્ષર દેહરૂપે રહેલા પ્રભુનો જાપ ! અક્ષરમય દેવતાનો જાય !
તમારું નામ, તમારો ફોટો, તમારા ભૂત – ભાવિ પર્યાય દ્વારા તમે વિશ્વમાં કેટલા બધા ફેલાયેલા છો ? ભગવાન પણ નામાદિ ૪ રૂપે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આપણા નામાદિ કલ્યાણકર નથી, ભગવાનના કલ્યાણકર છે.
ભક્તને તો ભગવાનનું નામ લેતાં જ હૃદયમાં ભગવાન દેખાય છે. ઉપા. માન વિ. કહે છે : “નામ ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન...'' નામાદિ ચારેય પ્રકારે ભગવાન કઇ રીતે રહેલા છે ? જ્ઞાનવિમલ સૂરિ ચૈત્યવંદનમાં કહે છે : ‘“નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્યેભવ માંહિ વસે, પમ ન કળે કિમહી...’’ ભાવપણે સવિ એક જિન ત્રિભુવનમેં ત્રિકાળે.'' આનો અર્થ વિચારજો. હૃદય નાચી ઊઠશે.
ન
* આત્મા જો વિભુ-(વ્યાપક) હોય તો કર્મબંધ શાનો ? કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો ? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની ? આવો પ્રશ્ન, એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું : આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે. કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક – અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ સૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે.
* મનની ચાર અવસ્થા છે ઃ વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ, અને સુલીન. સુલીન સુધી પહોંચવા માટે પહેલાની ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે.
* ગમે તે નામથી કોઈપણ ધર્મવાળા પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદીઓ સમુદ્રમાં મળે છે; તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે.
* અપરાધીને ક્ષમા ન આપવી તે ક્રોધ. કર્મ સિવાય કોઈ અપરાધી નથી. એને
ર...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org