________________
વાંકી તીર્થે
૧૦૯ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ ગૃહસ્થો સમક્ષ અપાયેલી વાચનાના અંશો
દ્વિ. જેઠ વ. ૬-૭, સોમ,
રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી તીવ્રતા મોક્ષ તેટલો નજીક !
22-60-h
-
* અત્યાર સુધી આપણે પર – સંપ્રેક્ષણ ઘણું ર્યું, ઘણા કર્મો બાંધ્યા. હવે આત્મ સંપ્રેક્ષણ કરવાનું છે. એ વિના સ્વદોષો નહિ દેખાય. દોષો દેખાશે નહિ તો નીકળશે નહિ. કાંટો જે દેખાય નહિ તે નીકળે શી રીતે ? આત્મ સંપ્રેક્ષણથી ધીરે – ધીરે દેહ અને આત્માની ભિન્નતા પણ દેખાવા લાગે છે.
•
દેવ-ગુરુ પર શ્રદ્ધા ન રાખવી તે જેમ મિથ્યાત્વ છે તેમ દેહમાં આત્મબુદ્ધિ રાખવી તે પણ લોકોત્તર મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ ટળતાં જ અઢળક ખજાનો આપણને મળે છે.
કહે કલાપૂર્ણસૂરિ ..
Jain Education International
* પં. મુક્તિવિજયજી કહેતા. જે ગ્રન્થ વાંચવો હોય એ ગ્રંથના કર્તાનો જાપ બહુમાનપૂર્વક કરવો. શાસ્ત્રકાર પર બહુમાન હોય તો જ એ શાસ્ત્રના રહસ્યો સમજાય.
For Private & Personal Use Only
... ૧
www.jainelibrary.org