________________
૧૨
વાત્સલ્યથી વિકાસ અને વેરથી વિનાશ - આ ગણિત આપણને “સમરાદિત્ય કથામાંથી સચોટ રીતે મળી રહે છે. આ કથાપાત્રની મુલાકાત લેતા આવડતી હશે તે, એમને સાવધાનીભર્યો સંદેશ સાંભળી શકાશે કે
ભલા સંસારી! હસતા-હસતા પણ કરમ ન બંધાઈ જાય, એ માટે જાગૃત રહેજે, નહિ તે રેતા નવિ છુટે પ્રાણીયા રે! મજા એ સજા ન બની રહે એ માટે વારંવાર ધરમની ધજા તરફ જેતે રહેજે. ગાળ જેમ ગાળ આપવાથી વધતી જાય, એમ વેર વેર રાખવાથી વધતું જાય! અમારા જીવનમાં વાત્સલ્યની સામે વેરે, કરૂણની સામે ક્રૂરતાએ, ક્ષમાની સામે ખુનસે મચાવેલા ધિંગાણા, ને જગાવેલા સંગ્રામ અને ખેલેલા યુધ્ધ તે જે ! એક પક્ષીય વેર પણ શીતલ વાતાવરણમાં આટલી-બધી રૂકાવટ કરી શકે, તે પછી સામ-સામાં વેરથી સર્જાતા વિનાશની તે વાત જ શી થાય! માટે ચેતીને ચાલજે ! બુઝીને બોલજે અને સમજીને સંચરજો! વાત્સલ્યથી વિકાસ છે, તે વેરથી વિનાશ છે. વાત્સલ્યથી નિર્વાણ છે તે વેરથી નરક છે.
દીન-હીનતાથી ભરી-ભરી આ દુનિયામાં દિવ્યનું દર્શન કરવું હોય તે એકવાર તનિધિ, પ્રભાવક-પ્રવચનકાર પૂછ્યું આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી