________________
[૧૧]
કૌમુદી
(આ કથા અચ્ચુંકારી ભટ્ટાને નામે પણ કહેવાય છે.) એક નગરમાં અત્યંત ધનવાન એક નગર શેઠ વસતા હતા. તેમને અનુકૂળ સ્વભાવની પત્ની હતી. આ શેઠને વિનયી અને ગુણવાન સાત પુત્રો હતા. આ સાત પુત્રો ઉપર એક પુત્રી જન્મી. એનું નામ કૌમુદી પાડ્યું. આ પુત્રી રૂપરૂપના અંબાર જેવી હતી. એથી માતાપિતાને બહુ લાડકવાયી હતી. એટલે બન્નેએ સહુ કુટુંબીજનોને કહેલું કે કોઈ પણ રીતે દિલ દુભાય એવાં કોઈ વચન આ પુત્રીને કહેવાં નહીં. પુષ્કળ ધન ખર્ચી એને ભણાવી અને ૬૪ કળાઓમાં નિપુણ બનાવી.
કૌમુદી યુવાન થઈ એટલે તેને પરણાવવાની કોશીશ મા-બાપ કરવા લાગ્યાં, ત્યારે આ લાડમાં ઉછરેલી કૌમુદીએ કીધું કે હું તો એને જ પરણીશ, જે મારી હા એ હા અને ના એ ના કરે અને મારી આજ્ઞામાં રહે તે જ મારો જીવનસાથી બનશે.
આ કૌમુદીના રૂપની પાછળ પાગલ બનેલા ઘણા યુવાનો તેને પરણવા આવવા લાગ્યા. પણ કૌમુદીની શરત જોઈ કોઈ તેને પરણવા તૈયાર થતું નહીં. પણ તે જ શહેરના નવા આવેલ પ્રધાને વિચાર્યું કે બહુ બહુ તો એની આજ્ઞામાં શું હશે? મારે આ જોઈએ, તે જોઈએ. તો હું સંપત્તિવાન છું. પહોંચી વળીશ. એમ સમજી કૌમુદીની શરતનો સ્વીકાર કરી તેને પરણ્યો. શેઠ પણ આથી ઘણા ખુશી થયા. આવો સંપત્તિવાન અને સત્તાધારી જમાઈ ક્યાંથી મળે?
લગ્ન બાદ ઘણાં વર્ષો સંસાર સુખોમાં પસાર થયાં. ખાસ કંઈ વાંધો ન આવ્યો. દરેક વાતમાં આ પ્રધાન હા એ હા કરે ગયો. બધી જ આજ્ઞા કૌમુદીની તે પાળતો. એક દિવસ કૌમુદીએ એના પતિને કહ્યું, ‘‘સ્વામીનાથ! આપણા બન્ને વચ્ચે ક્ષીર નીર જેવી પ્રીતિ છે. એને જો આપ અખંડ રાખવા ઇચ્છતા હો તો આજથી મારી નવી આજ્ઞા છે કે હવેથી તમારે દરરોજ સૂર્યાસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org