________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૦
એક શરત – કોઈ વાત બીજાને કહેવાની નહીં. સારસિકાની કબુલાત હતી – બધું જ છાનું; કોઈને તેમની વાતો બીજા કોઈને કહેવાની નહીં.
સારસિકા ટીખળ કરે કે “કેસરિયો સાફો પહેરી કોઈક વરણાગી વાલમો આવશે ને અમારાં બ્લેનબાને ઉપાડી જશે.” તરંગવતી કહે : “ના, ના. હું તો
ક્યાંય નહીં જઉં.' ટીખળ આગળ વધે. “ના” તો કહેવી પડે; તરત હા ભણવામાં આપણું મૂલ્ય ઓછું થાય. આમ હસતાં રમતાં દિવસો પસાર થતા ગયા.
એક દિવસ નગર બહારના એક મોટા ઉદ્યાનમાં જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. એક રથમાં બેસી તરંગવતી કેટલીક સાહેલીઓ સાથે ઉદ્યાન જવા નીકળી. સારસિકા બાજુમાં જ બેઠી હતી. વારેવારે તરંગવતી પોતાનામાં ખોવાઈ જતી હતી, વિચારતી હતી : કોઈકે તેને પકડી છે. કલ્પના જ હતી. તે બન્ને હાથોથી આખા શરીરને ભીંસે છે. ભીંસ બહુ મીઠી લાગતી હતી. ભીંસ જાણે કે વધુ ને વધુ ગમતી હતી. “હજુ વધુ ભીસે દબાવ, નિષ્ફરતાપૂર્વક ભીંસી દે એમ થતું. પણ થોડી વારમાં ઝબકી સ્વસ્થ થઈ ગઈ. સારસિકા પૂછે છે, “શું થયું? કંઈ નહીં જવાબ મળે છે. પણ સારસિકા એમ થોડી માને? કહે છે, “હું જાણું છું સખી! તારા મનમાં શું રમે છે.” તરંગવતી હસી પડી, “શું જાણે છે તું? સારસિકા કહે છે, “તને કામબાણ વાગ્યાં છે. પ્રિય દર્શનની ઈચ્છા જાગી છે. બોલ ખરું કે નહીં?” તરંગવતી હસીને કહે છે, “સારસિકા તું ઘણી હોશિયાર છે. મારા મનની વાતો પણ તું સમજે છે.”
- હવે રથ આવી પહોંચ્યો ઉદ્યાનના દ્વારે. બધાં નીચે ઊતર્યા. થોડી વાર દોડાદોડી અને પકડાપકડી જેવી નિર્દોષ રમતો રમ્યાં અને થાક લાગવાથી તરંગવતી એક ઝાડ નીચે આરામ કરવા જરાક આડી પડી. તેણે જોયું એકચક્રવાકચક્રવાકીનું કલ્લોલ કરતું જોડકું. તેને કંઈક યાદ આવ્યું. સૂનમૂન થઈ ગઈ, બેહોશ અવસ્થામાં આવી ગઈ અને જાતિસ્મરણજ્ઞાન થતાં તેને પોતાનો પૂર્વભવ દેખાયો. એક પછી એક દશ્ય દેખાતું ગયું. સારસિકા અને બીજી સખીઓ ગભરાઈ ગઈ. “આ તરંગવતી કેમ કંઈ બોલતી નથી?કેમ હાલતી નથી? શું થયું તેને?” બાજુમાંથી પાણી લાવી તેના મોં ઉપર થોડું છાંટ્યું. થોડી વારે આળસ મરડી તે બેઠી થઈ. સારસિકા પૂછે છે, “શું થાય છે?
તરંગવતી કહે છે: “અદ્ભુત! “પણ શું?” “ના, અત્યારે નહીં. પછી એકાંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org