________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૪
-
--
વિચાર કરીને એણે જે કાંઈ કહ્યું તે સાંભળી સૌ ચમકી ગયા.
શેઠ! હું મારી પ્રાણપ્રિય બંદૂક છોડી દઉં તો તમે શું છોડશો?’ નથશા કહે, “મારે વળી શું છોડવાનું હોય?
મહમદ કહે, “હું જો મારી વહાલામાં વહાલી વસ્તુ છોડી દઉં તો તમારે પણ તમારી વહાલી વસ્તુ છોડવી જોઈએ. થાઓ કબૂલ.
નાના ગામડામાં પણ આવો સંવાદ સાંભળવા થોડા વધુ માણસો ભેગા થઈ ગયા.
થોડી વાર વિચાર કરી શેઠ બોલ્યા, “બોલ મહમ્મદ! શું છોડું?” મહમદ કહે, “શેઠ! હું મારી બંદૂક છોડું, તમે તમારું ઘર છોડો.”
હવામાં કંપ આવી ગયો. સાંભળનારા સૌ સ્તબ્ધ બની ગયા. નથુશા પળવાર તો મહમ્મદની સામું તાકી રહ્યા. પછી ઊડ્યા અને ઘરમાં ગયા.
મહમ્મદ હસ્યો. તેને જોરથી કહ્યું, “કેમ શેઠ! ગભરાઈ ગયા ને?” થોડી પળોમાં જ નશા બહાર આવ્યા. તેમના મુખ પર અલૌકિક તેજ હતું.
“મહમ્મદ! ભાઈ! તારા કહેવાથી આ પળથી જ મારા ઘરનો ત્યાગ કરે છું અને ભાઈ! તારી વાત સાચી છે, કોઈ પણ વસ્તુનો મોહ જ શા માટે રાખવો? ભાઈ! સાંભળ. આજથી આ ઘર સાથે આ ગામનો પણ હું ત્યાગ કરું છું! હવે હું અહીંથી દૂર જઈશ, અજાણી ભૂમિમાં રહીશ, આમરણ-ઉપવાસ કરીશ ને જીવમાત્રનું ભલું થાય તેવી પ્રાર્થના કરીશ. ભાઈ! તે આજે ઘણું સારું કર્યું!”
અને નથુશા ચાલી નીકળ્યા ધાનેરાની દિશા ભણી – બનાસકાંઠા જિલ્લાનું એ ગામ.
વડગામડાના પ્રત્યેક માનવીનાં નેત્રો સજળ થઈ ગયાં. સૌએ વીનવ્યા કે “આ તો ઘડીભરની મજાકની વાત હતી, પાછા વળો.” પણ નથુશાએ કહ્યું : માનવીની જબાન એક હોય. આ દેશની ધરતીના સંસ્કાર જુદા છે. પ્રતિજ્ઞા પાળવા માટે મસ્તક મૂકનારા વિરલા આ ધરતીએ આપ્યા છે!” ને એમને ઉમેર્યું કે હું મારી પ્રતિજ્ઞામાં એક ડગલું આગળ વધું છું. હું જીવીશ ત્યાં સુધી મૌન પાળીશ.”
નથુશા ચાલી નીકળ્યાં, એ ચાલતા જ રહ્યા. જે કોઈ પરિચિતો મળે તે તેમને બોલાવે છે, પણ નથુશા તો મૌન રાખીને ચાલ્યા જાય છે. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org