________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૧
તેમની હત્યા કરે છે. આ ભવમાં પણ સિંહ રાજા પોતાનો સમભાવ ગુમાવતા નથી.
ત્રીજા ભવમાં એ બન્ને જણાં માતા અને પુત્ર બને છે. અગ્નિશર્માનો જીવ માતા અને ગુણસેનનો જીવ પુત્ર! માતાનું નામ છે જાલિની અને પુત્રનું નામ છે શિખીકુમાર. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો, જ્યારે પુત્રને માતા પ્રત્યે સાચો સ્નેહ હતો. શિખીકુમાર દીક્ષા લે છે અને મુનિ બને છે. માતા પ્રત્યે સ્નેહ હોવાને લીધે એના નગરમાં એની હવેલીમાં ભિક્ષા માટે આવે છે અને માતા જાલિનીના હાથે ભિક્ષા ગ્રહણ કરે છે. જાલિની પૂર્વના વૈરથી જાણી જોઈને વિષમિશ્રિત અન્ન વહોરાવે છે. આથી શિખીકુમારનું જાલિનીના હાથે મૃત્યુ થાય છે. શિખીકુમાર સમભાવથી જરાય ચલિત થતા નથી.
ચોથા ભવમાં તેઓ પતિ-પત્ની બને છે. ગુણસેનનો જીવ પતિ બને છે અને અગ્નિશર્માનો જીવ પત્ની બને છે. ધનકુમાર અને ધનશ્રી. એક સમુક્યાત્રા દરમિયાન ધનશ્રી ધનકુમારને સમુદ્રમાં ધક્કો મારી દે છે. પરંતુ સમુદ્રમાં પડતાંની સાથે જ એક લાકડાનું પાટિયું હાથ આવી જાય છે અને તેને સહારે તે બચી જાય છે. પરંતુ બચી ગયા બાદ ધનકુમાર સાધુ બને છે અને વૈરાગ્નિથી બળતી ધનશ્રી આ સાધુને જીવતો સળગાવી દે છે. સાધુમહાત્મા તો ગુનેગાર પ્રત્યે ક્ષમા ધારણ કરી રહે છે.
પાંચમા ભવમાં તે બન્ને જણ ભાઈઓ બન્યા. જય અને વિજય. ગુણસેનનો જીવ જાય અને અગ્નિશર્માનો જીવ વિજય. જયને વિજય માટે પ્રેમ હતો, જ્યારે વિજયના મનમાં જય પ્રત્યે દ્વેષ હતો. બન્ને જણ કાલન્દી નગરીમાં રાજકુમારો હતા. પિતાના મૃત્યુ પછી જયકુમાર રાજા બને છે. પરંતુ પછી તેઓ દીક્ષા લે છે અને વિજય રાજા બને છે. વિજય રાજા ધ્યાનસ્થ મુનિ જય ઉપર તલવારનો ઘા કરીને તેમને મારી નાખે છે. ધ્યાનસ્થ મુનિ ઉપશમ રસનું અમૃતપાન કરે છે.
છઠ્ઠા ભવમાં એ બન્ને પતિ-પત્ની બને છે. ધરણ અને લક્ષ્મી. ધરણ શ્રેષ્ઠીપુત્ર હતો. ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રેમ હતો. પણ લક્ષ્મીને ધરણ પ્રત્યે દ્વેષ હતો. ધરણ ચારિત્ર્ય સ્વીકારે છે. લક્ષ્મી ધરણમુનિ ઉપર ખોટો આક્ષેપ કરે છે, બદનામ કરે છે. પરંતુ દેવ મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તેમને નિર્દોષ સાબિત કરે છે. લક્ષ્મી જંગલમાં સિંહનો ભક્ષ્ય બની ગઈ. ધરણકુમાર મુનિ એક માસનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org