Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 399
________________ જૈન શાસનના ચમકતા વિકાસ ૦ ૩૮૦ પ્રભાવક થશે એમ જાણી મનમાં ઘણા રાજી થયા. તેમણે કહ્યું, “અહીં ગમે તે કોઈ રહી શકતું નથી. અહીં રહેવું હોય તો અમારા જેવો વેશ પહેરવો પડે. પણ તેમ કરવું તારા જેવા, મરજીમાં આવે તેમ ભટકતા માણસ માટે બહુ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે અહીં રહેનારે નબળા માણસોને આકરું લાગે એવું અખંડ બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું પડે છે, માથાના વાળનો લોચ કરવો પડે છે, વિહાર ચાલીને કરવો પડે છે. જૈન સાધુપણું કેટલું મુશ્કેલ છે તે તેમણે વિસ્તૃત રીતે સમજાવ્યું. સિદ્ધ કહ્યું, “મારા જેવા વ્યસનીને કે જેનો પોતાનાં જ માણસો તિરસ્કાર કરતાં હોય છે તેવાને માટે આવો સરસ સંયમ કેમ મુશ્કેલ પડે? આવો સંયમ કે જે નમસ્કાર કરવા યોગ્ય છે તે હું સ્વીકારીશ. માટે મારા માથા પર હાથ મૂકી મને દીક્ષા આપી ઉપકાર કરો.” ગુરુમહારાજે ઉત્તરમાં કહ્યું, “કોઈએ અમને નહીં આપેલું અમે કાંઈ લેતા નથી. માટે તું અહીં એક દિવસ રહે. અમે તારાં માતાપિતાને ખબર આપીએ.' “આપનો હુકમ મારે પ્રમાણ છે, માન્ય છે.” એમ કહી તે ત્યાં રહ્યો. આવા સારા શિષ્યનો લાભ થવાથી સૂરિજી મહારાજને ઘણો આનંદ થયો. આ બાજુએ, શુભંકર શેઠે સવારમાં પોતાની પત્ની પાસેથી રાત્રે બનેલી બીના જાણીને પત્નીને ઠપકો આપ્યો અને સમજાવ્યું કે જે માણસ વ્યસની થયો હોય તેને આકરાં વચનો ન કહેતાં ધીમે ધીમે શીખામણ આપવી જોઈએ. ત્યારબાદ શેઠ સિદ્ધને શોધવા નીકળ્યા. ઘણી જગ્યાએ તપાસ કરી છેવટે ઉપાશ્રયમાં આવ્યા અને પુત્ર સિદ્ધને ત્યાં જોઈને આનંદ પામ્યા, કારણ કે તેમનો દીકરો ગમે તેવા વ્યસનીની સાથમાં નહીં, પણ અહીં સારા આચારવાળા સાધુઓની સંગતમાં હતો. પછી તેમણે સિદ્ધને કહ્યું, “ચાલ ભાઈ! તારી માતા અત્યંત ચિંતાતુર થઈને તારી રાહ જુએ છે.” સિદ્ધ જવાબ આપ્યો, “હવે ઘેર આવવાની વાત જ નથી. ઘણું થયું. મારું હૃદય હવે ગુરુમહારાજના ચરણકમળમાં લીન થઈ ગયું છે. માટે પિતાજી! આપ હવે મોહ ન કરો. મારી માતાજીનું વચન હતું કે જેનાં બારણાં આટલી મોડી રાત્રે ઉઘાડાં હોય ત્યાં તું જા. માતાજીની એ વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404