Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 402
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૮૩ લાવવો જોઈએ.” આમ વિચારી તેમણે સિદ્ધને પોતાની પાસે બેસાડવો અને ચૈત્યવંદનસૂત્ર ઉપર રચાયેલી શ્રી હરિભદ્રસૂરિકૃતિ લલિતવિસ્તરા' નામની ટીકા તેને આપી અને કહ્યું કે “અમે જરા દેરાસરે નમસ્કાર કરી આવીએ ત્યાં સુધી અહીં તું બેસ અને આ ગ્રંથ જોઈ જા.' આ પ્રમાણે કહીને ગુરુમહારાજ બહાર ગયા. મહાન બુદ્ધિમાન સિદ્ધ તે ગ્રંથ વાંચતાં વિચાર કર્યો કે “અહો! વિચાર કર્યા વગર કેવા ખોટા ભ્રમને મેં પંપાળ્યો? પોતાના સ્વાર્થને હાનિ કરે તેવાં બૌદ્ધમતનાં પારકાં વચનોથી કોણ લોભાઈ જાય? કાચનો કટકો લઈને કોણ રત્ન ખોઈ બેસે? ખરેખર મહાન ઉપકારી શ્રી હરિભદ્રપ્રભુ મારા ખરેખર ઉપકારી છે કે જેઓએ મારા માટે જ જાણે આ ગ્રંથ લખી રાખ્યો છે. તેઓશ્રીને મારા નમસ્કાર હો!” મારા ગુરુજીએ મારા ઉપર ઉપકાર કરવા જ મને આ રીતે પાછો બોલાવ્યો છે. હવેથી હું દરરોજ તેઓના ચરણકમળની રજથી મારા માથાને પવિત્ર કરીશ. “લલિતવિસ્તરા વાંચ્યા પછી મારા મનમાં તથાગત બુદ્ધના મતે બુદ્ધિનો જે ભ્રમ ઉત્પન્ન થયો હતો તે ચાલ્યો ગયો છે.” થોડી વારે ગુરુજી આવ્યા અને તેમણે સિદ્ધને ગ્રંથ ઉપર એકાગ્રતાથી વિચાર કરતાં જોયા ત્યારે તેમને ઘણો આનંદ થયો. ગુરુમહારાજને આવેલા જાણી સિદ્ધ ઊભો થઈ ગુરુજીના પગે પડ્યો અને પોતાનું માથું ગુરુજીના ચરણે રાખી દીધું. ગુરુજીનો ઉપકાર માનતાં કહ્યું, “ગુરુદેવ! તમે મને ખોટે રસ્તે જતાં ઉગારી દીધો છે. તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. આ ભૂલ માટે મને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપો.” ગુરુ મહારાજે યોગ્ય પ્રાયશ્ચિત આપી, તેની યોગ્યતા જોઈ પોતાની પાટ ઉપર સિદ્ધ મુનિને બેસાડ્યા અને સંઘ સમક્ષ “ગણીપદવી આપી. ગચ્છનો ભાર સિદ્ધર્ષિ ગણીને સોંપીને ગુરુ મહારાજે જંગલનો આશ્રય લીધો અને ભારે તપ કરી છેલ્લે અણસણ કરી સ્વર્ગે ગયા. ધર્મની સારી પ્રભાવના કરી ઘણાં તીર્થોની જાત્રા કરી સિદ્ધશ્રી ગણી આયુષ્ય પૂર્ણ થતાં સદ્ગતિને પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404