________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦૩૮૧
મેં સ્વીકારી છે. હવે તો આ સાધુપણું જીવનપર્યંત પાળું તો જ મારું કુલીનપણું મેં સાચવ્યું ગણાય.’
શુભંકર શેઠે સિદ્ધને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો અને કહ્યું, ‘મારું આટલું જે ધન છે તે તું નહીં સંભાળે તો કોણ સંભાળશે? હું ઘરડો થયો છું અને તારી પત્નીને કોઈ સંતાન નથી. આ બધાનો વિચાર કરીને તું ઘરે ચાલ.'
સિદ્ધે આખરમાં જવાબ આપ્યો કે ‘આવી લાલચ આપનારી વાણી મારે હવે સાંભળવી નથી. મારું મન તો હવે બ્રહ્મમાં લીન થઈ ગયું છે. માટે મારા ગુરુમહારાજને પગે પડીને વિનવો કે તેઓ મને દીક્ષા આપે.’ સિદ્ધનો અત્યંત આગ્રહ જોઈને શુભં શેઠે ગુરુમહારાજને સિદ્ધને દીક્ષા આપવા વિનંતી કરી અને સિદ્ધે દીક્ષા લીધી. ગુરુમહારાજે પોતાની ગુરુ-પરંપરા સંભળાવી અને પોતે ગુરુ સૂરાચાર્યના શિષ્ય ગંગર્ષિ છે એમ જાહેર કરીને સિદ્ધ મુનિને ચારિત્ર્ય બરોબર પાળવા સમજાવ્યું. ગુરુમહારાજનો ઉપદેશ સિદ્ધે બરાબર ગ્રહણ કર્યો અને તે ઉગ્ર તપ કરવા માંડ્યો. સાથે સાથે તે વખતે મળી શકતા બધા આગમોનો પણ પાકો અભ્યાસ કર્યો. તેણે ઉપદેશમાળા ગ્રંથ ઉપર હેયોપાધ્યા નામની ટીકા રચી. તેના ગુરુભાઈ દાક્ષિણ્યચંદ્રે શ્રૃંગારરસથી ભરપૂર કુવલયમાળા નામની કથા રચી હતી. તે ગુરુભાઈએ સિદ્ધ મુનિની વક્રોકિત' કરતાં કહ્યું, ‘એવી રીતે લખેલા આગમના અક્ષરોને ફરી લખી જવાથી શું નવો ગ્રંથ બની જતો હશે?”
સિદ્ધ મુનિએ આવાં આકરાં વચનો સાંભળી લીધા. મનમાં ઉદ્વેગ તો થયો, પણ ઉત્સાહપૂર્વક એક નવો ગ્રંથ રચવા માંડ્યો અને તે ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચા’ નામે જૈન સંપ્રદાયમાં અતિ જાણીતો બન્યો. આ ગ્રંથ વિદ્વાન માણસોના પણ મસ્તકને ડોલાવે તેવો બન્યો. સંઘે આથી સિદ્ધ મુનિને વ્યાખ્યાતાની પદવી આપી. દાક્ષિણ્યચંદ્રે સિદ્ધ મુનિને સમજાવ્યું કે મેં તમને આકરાં વચનો તમારા ભલા માટે કહ્યાં હતાં. તેની ચાનક ચડવાથી જ આવો ઉત્તમ ગ્રંથ તમે રચ્યો.
૧. ટોણો મારતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org