Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 398
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૭૯ વાત સંભાળી લઈશ.’ પુત્રવધૂને આ વાત ઠીક લાગી. તે રાત્રે માતાએ ઉજાગરો કરીને દીકરાના આવવાની રાહ જોતી રહી. રાત્રિના છેલ્લા પહોરે, ત્રણ વાગ્યા પછી પુત્ર આવ્યો. તેણે બારણા ઉપર ટકોરા મારતાં કહ્યું, ‘બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.' એટલે અંદરથી માતાએ દીકરાને સંભળાય એવી રીતે કહ્યું, અરે! આટલી મોડી રાત્રે કોણ આવ્યો છે?” બહારથી સિદ્ધે જવાબ આપ્યો, ‘એ તો હું સિદ્ધ છું, સિદ્ધ છું.' માતાએ ખોટો ક્રોધ કરી અંદરથી જવાબ આપ્યો, ‘આવા વખતે આવનારા ઠેકાણા વગરના રખડુ એવા કોઈ સિદ્ધને હું ઓળખતી નથી,’ ‘અરે! પણ અત્યારે હું ક્યાં જાઉં?” એમ બહારથી સિદ્ધે કહ્યું. એટલે ફરી વાર એ વખતસર આવી જાય એવા હેતુથી વધારે કડક ભાષામાં માતા અંદરથી જ બોલી : ‘આટલી રાત્રે જેનાં બારણાં ખુલ્લાં હોય ત્યાં તું જા.’ ‘ભલે તેમ કરીશ' એમ કહી સિદ્ધ ચાલ્યો ગયો. તે જોતો જોતો ચાલે છે કે ક્યાં કોનાં બારણાં ખુલ્લાં છે. “તેણે જૈન સાધુઓના અણગારોનાં બારણાં ઉઘાડાં જોયાં અને તેથી તે ત્યાં અંદર ગયો.’ સર્વદા ઉઘાડા રહેતા બારણાંવાળા મોટા ઓરડામાં તેણે નજર` નાખી. ત્યાં તેણે મહાત્મા મુનિઓને જોયા. તેઓ જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ કરતા હતા. એ જોઈ તે વિચારવા લાગ્યો : ધન્ય છે આ મુનિરાજો! આ બધા મોક્ષના અર્થી છે અને હું વ્યસનમાં આસક્ત છું. મારું જીવતર નકામું છે. હું ભાગ્યશાળી છું કે અહીં આવી પહોંચ્યો, ઉપકારી તો મારી મા કે એણે ગુસ્સો કરી મારા ઉપર ખરેખર ઉપકાર કર્યો. આ પ્રમાણે વિચાર કરતો તે ઉપાશ્રયના મધ્ય ભાગમાં આવ્યો. ત્યાં ગુરુમહારાજ બેઠેલા હતા. તેમને તેણે નમસ્કાર કર્યા એટલે ગુરુમહારાજે ‘ધર્મલાભ’ કહી પૂછ્યું, ‘ભાઈ! તમે કોણ છો?’ સિદ્ધે જવાબ આપ્યો, ‘સાહેબ! હું શુભંકર શ્રેષ્ઠીનો પુત્ર છું. મારું નામ સિદ્ધ છે. મોડી રાત્રે જુગટું રમી ઘેર જવાથી માએ બારણાં ન ખોલતાં જ્યાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જવા કહ્યું, એટલે આ દરવાજા ખુલ્લા જોતાં અહીં આવ્યો છું. હવે હું તમારાં શરણે છું.' ગુરુમહારાજે શ્રુતજ્ઞાનનો ઉપયોગ કર્યો અને આ સિદ્ધ ભવિષ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404