________________
જૈન શાસનના ચમકતા સિતારા ૩૮૨
ત્યારબાદ સિદ્ધ મુનિએ વિચાર કર્યો કે હજુ પણ કેટલીક વાતો અહીં જાણવામાં આવી નથી, માટે મારે હજુ વધુ અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને બૌદ્ધ શાસ્ત્રો અત્રે મળતાં નથી. તેથી તે જાણવાસમજવા માટે દૂર દૂરના દેશાવરમાં જવું જોઈએ. એટલે તેમણે ગુરુમહારાજ પાસે દૂર દેશાવરમાં બૌદ્ધ ધર્મ સમજવા માટે જવાની રજા માગી.
ગુરુમહારાજે શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂકીને નિમિત્ત જોઈ લીધું અને કહ્યું, તેઓની ઊલટસુલટી સાબિત કરવાની પદ્ધતિમાં તારું ચિત્ત કદાચ ડોળાઈ જાય, માટે તું એ વાત પડતી મૂક પણ જ્યારે સિદ્ધ મુનિએ મક્કમપણે એ જ માગણી કરી ત્યારે ગુરુજીએ જવું જ હોય તો જા' એમ કહીને એ વાત તેને નહિ ભૂલવા કહ્યું કે “અમારું રજોહરણ તારી પાસે છે તે તારે કોઈ પણ સંજોગ હોય તો પણ પાછું આપવા અહીં આવવું સિદ્ધ મુનિએ એમ કરવાનું વચન આપ્યું અને કોઈ ન ઓળખે એવો વેશ ધરીને પોતાની ઇચ્છા મુજબ દેશાવર જેવા પ્રયાણ કર્યું. તેઓ મહાબોધિ નામના બૌદ્ધોના જાણીતા નગરમાં ગયા અને ત્યાં છાત્રોમાં ભળી ગયા. ત્યાં તેમણે સારી રીતે શાસ્ત્રો મોઢે કર્યા.
ઘણા વખત પછી બૌદ્ધાચાર્ય સિદ્ધ મુનિને ગુરુપદે સ્થાપવાની તૈયારી કરી ત્યારે સિદ્ધને પણ બૌદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. પણ એક વખત પોતે જૂના ગુરુજીને વચન આપેલું છે તેથી રજોહરણ પાછું આપવા પોતે તેમની પાસે જવું જોઈએ એમ તેમણે નક્કી કર્યું અને પોતાની ઇચ્છા સહાધ્યાયીઓને જણાવી. વચન પાળવું જ જોઈએ એમ બૌદ્ધ શાસ્ત્ર પણ જણાવતું હોઈ રાજીખુશીથી જૂના ગુરુજી પાસે જવાની સિદ્ધને રજા આપવામાં આવી.
સિદ્ધ સંસારી કપડાંમાં અસલ ગુરુ ગંગર્ષિ પાસે આવ્યા. બૌદ્ધ ધર્મનું જ્ઞાન પોતે મેળવ્યું હતું એનું તેમને મનમાં અભિમાન હતું. ગુરુશ્રી પાસે આવતાં જ સિદ્ધ જોરથી બોલ્યા, “આપ આટલા ઊંચે બેઠા છો તે સારું લાગતું નથી.” ગંગર્ષિ સ્વામી તરત સમજી ગયા કે નિમિત્તમાં જે હતું તે ખરેખર બન્યું જ છે, પણ હવે કોઈ પણ ઉપાયે તેને બોધ કરી ઠેકાણે ૧. કર્મરૂપી રજને જે સાફ કરે, જૈન મુનિ જેને ઓધો પણ કહે છે - જૈન શાસનમાં સાધુ
માટેનું એક પ્રતીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org