Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 380
________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૩. તમારે શું જોઈએ? જે જોઈએ તે કહો, હું તમને અવશ્ય આપીશ.” કુણાલે કહ્યું: “હું ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર અને અશોક સમ્રાટનો અંધ પુત્ર કાકિણી માગું છું.” આ સાંભળી સમ્રાટે પૂછ્યું, “હે ગાયક! તમારું નામ શું છે? ‘તે જ હું કુણાલ નામનો તમારો દીકરો છું, જે તમારા આજ્ઞાપત્રથી સ્વયં આંધળો થયો હતો! આ સાંભળી રાજા જવનિકા પાસે આવ્યો અને પડદો દૂર કરી કુણાલને ઓળખ્યો. અશોકની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો અને તે કુણાલને ભેટી પડ્યો. પોતાની પાસે બેસાડી તેણે પુત્ર કુણાલને પૂછ્યું : તને શું જોઈએ?” કુણાલે કહ્યું, “મારે તો કાકિણી જોઈએ.” ન સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું, “કાકિણી એટલે શું?” મંત્રીએ કહ્યું, “મહારાજ! કાકિણીનો અર્થ સામાન્ય રીતે નાણું કહેવાય, પણ તેનો વિશેષ અર્થ રાજ્ય થાય.” આ સાંભળી રાજાએ કહ્યું : “વત્સ! તું રાજ્યને શું કરશે? દૈવયોગે તારી દૃષ્ટિ પણ નાશ પામી છે. રાજ્ય કેવી રીતે સાચવીશ?” કુણાલે કહ્યું, ‘તાત! મારે તો હવે રાજ્ય શા કામનું પણ મારા પુત્ર માટે રાજ્યની વિનંતિ કરું છું.” આ સાંભળતાં જ આનંદિત થયેલા રાજાએ ઉલ્લાસથી પૂછ્યું : પુત્ર થયો છે? ક્યારે? શું નામ રાખ્યું છે? કેવો છે?” કુણાલે કહ્યું : “સમ્મતિપ્રિયદર્શન અર્થાત્ હમણાં પુત્ર થયો હોઈ નામ સમ્મતિ અને દેખાવે સુંદર છે. એટલે પ્રિયદર્શન.” સમ્રાટ અશોકે ધામધૂમપૂર્વક સમ્રતિને તેડાવી યુવરાજપદે સ્થાપ્યો ને રાજ્યારૂઢ પણ કર્યો. ક્રમ કરી રાજા સમ્મતિ વય, વિક્રમ, લક્ષ્મી, સૌભાગ્ય આદિથી અભ્યદય પામવા લાગ્યા. તેમણે પ્રાયઃ અડધું ભારત સાથું ને સમ્રાટ સમ્મતિ કહેવાયા. તેઓ દૃઢ શ્રદ્ધાવાળા પરમ શ્રાવક હતા. તેમણે જિનશાસનનાં ઉત્તમ કાર્યોમાં અને ધર્મપ્રચારમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ કથા એમ કહે છે કે સિદ્ધાંતસૂત્રના પાઠમાં કે પદમાં વર્ણમાત્રની અધિકતા કે ન્યૂનતા કોઈક વાર મોટી હાનિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404