Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 395
________________ [૧૦૮] શ્રી સિદ્ધર્ષિ ગણી લક્ષ્મીના ધામ ગુર્જર દેશમાં શ્રીમાલ નામનું શહેર. ત્યાં શુભંકર નામનો શ્રેષ્ઠી હતો. તેને લક્ષ્મી નામની પત્ની હતી અને સિદ્ધ નામનો પુત્ર હતો. ધન્યા નામની એક ખાનદાન કુળની કન્યા સાથે સિદ્ધનાં લગ્ન થયાં. દેવલોકના જેવા વિષયસુખને તે ભોગવતો હતો. વખતના વહેવા સાથે તે જુગટુ રમવાનો અત્યંત શોખીન થઈ ગયો અને પોતાની પત્ની સાથેના સંસાર- વહેવારથી દૂર થતો ગયો. તેનાં માતાપિતાએ અને ગુરુજનોએ તેને જુગટું ન રમવા ઘણો સમજાવ્યો, પણ એ હરામચસકાથી એ પાછો હક્યો નહીં. સારી વાત એ હતી કે તે સારાનરસાને સમજતો હતો. ભલા માણસના કંઈક કહેવાથી હજુ ડરતો હતો. અડધી રાત વીતવા છતાં પણ તે પોતાના ઘરે આવતો ન હતો. તેની પત્ની તેની રાહ જોતી જાગતી રહેતી હતી. ઘણી રાતોના ઉજાગરાથી ધન્યાની તબીયત તદન બગડી ગઈ. ઉપરાંત, આખા દિવસના ઘરકામને લીધે એ શરીરે ઘણી લેવાઈ ગઈ હતી. તેની આવી સ્થિતિ જોઈને એક દિવસે તેની સાસુ લક્ષ્મીદેવી તેને કહેવા લાગી, “તને શી તકલીફ છે? કહે, શું તારો કોઈએ તિરસ્કાર કર્યો છે યા તારું કોઈએ અપમાન કર્યું છે? શી હકીકત છે તે જણાવ, તો તેનો હું ઉપાય કરું? ધન્યાએ જવાબ આપ્યો. “કંઈ નથી.” પણ સાસુએ જ્યારે ઘણો આગ્રહ કર્યો ત્યારે તે નાછૂટકે બોલી, “તમારા પુત્ર અડધી રાત ગયા પછી બહુ મોડા ઘેર આવે છે. હું શું કરું” પુત્રવધૂની હકીકત સાંભળી સાસુજીએ કહ્યું, “અરે! આ વાત તે મને અત્યાર સુધી કેમ ન કહી? હું જાતે જ છોકરાને કડવાં કે મીઠાં વચનોથી ઠેકાણે લાવી દઈશ. દીકરી! તું આજે નિરાંતે સૂઈ જજે. તારા મનમાં જરા પણ ચિંતા રાખીશ નહીં. આજે રાત્રે હું જ ઉજાગરો કરીશ અને બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404