________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦
થઈ ગયું. ખેમાશાહનો પોષાક અને રહેવાની પદ્ધતિ એટલી બધી સાદી હતી કે તેમની પાસે અઢળક સંપત્તિ હોય એવી ક્લ્પના પણ ન થાય. તેમના મોં પર આશ્ચર્યના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. ખેમાશાહ આખાયે પ્રતિનિધિમંડળને પોતાના ધનભંડાર પાસે લઈ ગયા. તેમના ધનભંડારમાં મબલખ પ્રમાણમાં સોનું અને અગણિત સુવર્ણમહોરો હતી. પ્રતિનિધિમંડળ તો આભું બનીને જોતું જ રહ્યું, જોતું જ રહ્યું.
બધા શાહોએ ખેમાશાહ અને તેમના પિતાશ્રીની દાનવૃત્તિ માટે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું : “ખેમાશાહ! તમને ધન્ય છે. તમે તો ખરેખર શાહોની આબરૂ બચાવી લીધી, તમે તો શાહોનું નામ ઉજ્જ્વળ કરી દીધું. યુગો સુધી ઇતિહાસ તમારી આ ઉદારતાને યાદ કરતો
રહેશે.’
એક્લા ખેમાશાહની સંપત્તિ અને દાનના પુણ્યપ્રતાપે ગુજરાત આખુંયે મહાભીષણ દુષ્કાળના ઓળામાંથી ઊગરી ગયું. મહંમદ બેગડાએ જાહેરમાં ખેમાશાહનું સન્માન કરવા એક સમારંભ યોજ્યો અને કહ્યું : ‘શહેનશાહના શહેનશાહ પણ શાહો છે. બાદશાહ તેમની આગળ કશી વિસાતમાં નથી. તેમની નિઃસ્વાર્થ દાનવૃત્તિને હું મારા સાચા હૃદયથી સલામી આપું છું અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છું છું.’
ધર્મ સર્વોત્તમ મંગલ છે અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે જેઓનું મન હમેશા ધર્મમાં વિચરે છે તેઓને દેવો પણ પ્રણામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org