________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૦
ન થાય.”
લૂંટારુનો સરદાર વાણિયાની આ વિર વાણી સાંભળી દંગ થઈ ગયો. એટલામાં પોતાના ભાથામાં પાંચ બાણ હતાં તેમાંથી ચાંપાએ બે બાણ ફેંકી દીધાં. આ ચેષ્ટા જોઈને સરદારનું આશ્ચર્ય વધી ગયું. “અલ્યા! આ શું કર્યું? બે બાણ કેમ ફેંકી દીધાં?
ચાંપાએ કહ્યું : “જુઓ તમે ત્રણ જણા છો. મારાં ત્રણ બાણ તમોને પૂરા કરી જ દે એની મને ખાતરી છે. બીજું એ કે મારે અનિવાર્ય પ્રસંગે લડવાનું બને તો એક જણ ઉપર એક જ બાણ મારવાનો નિયમ છે. રખેને એક બાણ ભૂલથી વધારે મરાઈ જાય તો મારા નિયમનો ભંગ થાય. એટલે બે બાણ ફેંકી દીધાં ત્રણ બાણ બસ છે.'
સરદાર કહે : “તો શું તું એવો તીરંદાજ છે કે તારું નિશાન ખાલી ન જ જાય?
હા.... જરૂર!” એક લૂંટારુ કહે : “તો ઉપર ઊડતા પક્ષીને મારી બતાવી
ચાંપો કહે : “હું જૈન શ્રાવક છું. નિરપરાધી જીવને ન મારવાનો મારો અભિગ્રહ (નિયમ) છે. છતાં મારી તીરંદાજીની ખાતરી કરવી હોય તો આ મારા ગળાની માળા તમારા માથા ઉપર રાખો અને દૂર ઊભા રહો. મારું બાણ એ માળા લઈને ચાલતું થશે અને તમારો વાળ પણ વાંકો થશે નહિ.” મારું એક બાણ જરૂર ઓછું થશે, પણ એને તો પહોંચી વળીશ.”
ચાંપાના કહ્યા મુજબ કરવામાં આવ્યું અને સડસડાટ કરતું તીર સરદારના માથા ઉપર રહેલી માળાને લઈને ચાલી ગયું.
લૂંટારુઓનો સરદાર ચાંપા શેઠની મર્દાનગી, સાહસિકતા, નીડરતા, સત્યપ્રિયતા, લક્ષ્યવેધકતા અને નીતિમતા જોઈ ખૂબ જ આનંદ પામ્યો અને બોલ્યો: “શેઠ! તમારા જેવા નરવીરની આ ધરતીને જરૂર છે. આવા મર્દોની અમારે ખાસ જરૂર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org