________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૭૦
જમતા હતા. એવામાં અચાનક આંધી આવી. ભાણામાં આંધીની રજ ન પડે એ આશયથી શેઠાણીએ સાડલાનો પાલવ આગળ ધરી રાખ્યો. આ જોઈ પુણ્યસારને પત્નીની આગળની અને અત્યારની લાગણીનો વિચાર આવતાં હસવું આવ્યું. આ જોઈ પુત્રને વિચાર આવ્યો કે પિતાજી કેમ હસ્યા? તેણે જિદ કરી પિતાને તેમના હસવાનું કારણ પૂછ્યું. ત્યારે પિતાએ પુત્રને ખાનગીમાં વાત કહી દીધી કે અત્યારે મારા માટે અડધી થઈ જતી તારી માએ એક વાર મને કૂવામાં નાખી દીધો હતો.'
સમય વીતતાં પુત્ર પરણ્યો. પુત્રવધૂએ ઘરે આવીને સ્ત્રીની મહત્તા બતાવવા માંડી, સ્ત્રીના ગુણગૌરવ ગાવા માંડ્યા. પુત્રે (નવોઢાના પતિએ) પોતાની માતાનું ચરિત્ર જણાવતાં કહ્યું : ‘રહેવા દેને હવે, મારી માએ જ મારા બાપને કૂવામાં ફેંકી દીધો હતો.' આમ કહી તેણે આખી વાર્તા કહી સંભળાવી અને વધારામાં સંભળાવ્યું : ‘સ્ત્રીઓથી ચેતતા જ રહેવું. ‘છેતરપિંડી, નિર્દયતા, ચંચળતા અને કુશીલત્વ જેવા દોષો તો સ્ત્રીઓમાં સ્વાભાવિક જ હોય છે. તેમની સામે કોણ ટકે?' અંતે આ બોલચાલનો અંત આવ્યો અને સૌ સૌના કામે લાગ્યાં.
એક વાર સાસુ-વહુને બોલાચાલી થઈ. ‘તું આવી અને તમે આવાં’ એમ બોલાચાલી વધી ગઈ, ત્યારે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત સાસુને સંભળાવતાં મહેણું માર્યું કે મને બધી ખબર છે કે તમે મારા સસરાને કૂવામાં ફેંકી દીધા હતા. આ સાંભળતાં જ સાસુ સૂનમૂન થઈ ગઈ : આશ્ચર્ય છે! મારા પતિએ આટલાં વર્ષો સુધી આ વાત કોઈને ન કહી, ને કહી તો નવી વહુને કહી? હવે મારે જીવવા જેવું શું રહ્યું?” પરિણામ એ આવ્યું કે શેઠાણી ફાંસો ખાઈ મરી ગઈ. આ આઘાતને શેઠ પુણ્યસાર જી૨વી ન શક્યા અને તેઓ મૃત્યુ પામ્યા. પુત્રે વિરક્ત થઈ દીક્ષા લીધી.
કથાનો સાર એ છે કે કોઈએ કોઈની ગુપ્ત વાત કોઈને કહેવી નહીં. એવી વાતો કરવાથી ન ધારેલાં ખરાબ પરિણામો આવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org