Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 390
________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૩ વંદના કરીને તેમની પાસે બેઠા અને કહ્યું, “હું તેતલિપુત્રનો શિષ્ય આપની પાસે અભ્યાસ માટે આવ્યો છું. મારું નામ આર્યરક્ષિત છે. રસ્તામાં આવતાં શ્રીભદ્રગુપ્તસૂરિના કહેવાથી હું ભિન્ન ઉપાશ્રયમાં રહીશ.” આ સાંભળીને વજસ્વામીએ ઉપયોગ મૂકી નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિજીએ તને યુક્ત જ કહ્યું છે.' પછી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વને જલદી ભણ” એટલે આર્યરક્ષિત તે કઠિન પૂર્વને શીધ્ર ભણવા લાગ્યા. પેલી બાજુએ, દશપુરમાં આર્યરક્ષિતનાં માતાપિતા પુત્રના વિયોગથી પીડા પામતાં નાના પુત્ર ફાલ્લુરક્ષિતને આર્યરક્ષિતને બોલાવવા મોકલ્યો. તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે “હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપવા મારી સાથે ઘેર ચાલો અને મને પણ દીક્ષા આપો.' આર્યરક્ષિતે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે “હે ગુરુદેવ! આપની આજ્ઞા હોય તો હું મારાં સંસારી માબાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.” ગુરુ બોલ્યા કે “હે વત્સ! તું અભ્યાસ કર, ઘેર ન જા.” દશમા પૂર્વના અઘરા પાઠો ભણતાં આર્યરક્ષિત ઠીકઠીક થાક્યા હતા. તેમણે ગુરુજીને પૂછ્યું, “મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો અને હવે કેટલું બાકી છે?” ગુરુએ હસીને કહ્યું કે “હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તે ગ્રહણ કર્યું છે અને સમુદ્ર જેટલું બાકી છે. પરંતુ તે ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છે, વળી બુદ્ધિશાળી છે, તેથી જલદી દશમું પૂર્વ પણ તું શીખી લઈશ.” આ પ્રમાણે ગુરુએ વધુ અભ્યાસ કરવા માટે તેને ઉત્સાહિત કર્યો, તોપણ તે નાના ભાઈ સાથે ગુરુ પાસે જઈ વારંવાર કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા આવ્યો છે માટે મને ત્યાં જવાની આજ્ઞા આપો.” ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ કરીને જાણ્યું કે “આ આર્યરક્ષિત અહીંથી ગયા પછી શીધ્ર પાછો નહીં આવે અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે; તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404