________________
[૧૦૩]
નૃપસિંહ
પાટણ નગરીમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય બિરાજમાન હતા. ત્યાં શ્રી કુમારપાળ મહારાજાનું રાજ્ય હતું. શ્રી હેમચંદ્રાચાર્યના સદુપદેશથી અત્યંતધર્મપાલક કુમારપાળ મહારાજાએ પોતાના અઢાર દેશોમાં સર્વત્ર અમારિનું॰ પાલન કાયદાથી કરાવેલું.
કુમારપાળનો પુત્ર નૃપસિંહદેવ ફક્ત સોળ વરસની ઉંમરનો યુવાન હતો, પણ જૈન ધર્મ તેના હાડેહાડમાં હતો. કર્મસંજોગે તે મરણની અંતિમ અવસ્થાએ આવી ઊભો હતો. ચારે બાજુ તે રોગથી ઘેરાયેલો હતો. તેની જીવનનાવ ડૂબવાની તૈયારી હતી. તેવા સમયે કુમારપાળ મહારાજાએ પોતાના ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજીને બોલાવ્યા. આચાર્યશ્રી નૃપસિંહની અંતિમ અવસ્થાની વાત સાંભળી તરત પધાર્યા. આચાર્યશ્રીને આવતા જોઈ નૃપસિંહ પથારીમાંથી બેઠો થઈ ગયો અને તેણે ભાવપૂર્વક વંદના કરી, ગુરુમહારાજે મસ્તક ઉપર હાથ મૂકી ધર્મલાભ આપ્યો.
આ વખતે નૃપસિંહની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. આ દૃશ્ય જોઈ પૂજ્યશ્રીને ભારે દુઃખ થયું : ‘હું આ શું જોઈ રહ્યો છું? દેવગુરુની નિરંતર ઉપાસના કરનાર, જીવદયાના અઠંગ ઉપાસક, શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન ધરનાર, શ્રી શત્રુંજય તીર્થને હૃદયમાં ધરનાર એવા નૃપસિંહની આંખમાં આંસું હોય કે આનંદ હોય?”
આચાર્યશ્રી પૂછે છે : ‘હે પુણ્યશાળી! આ દુઃખમાં કર્મ ખપે છે તેનો આનંદ હોય કે ખેદ હોય? દુઃખ તો આનંદથી ભોગવવાનું હોય, તેને બદલે શોક કેમ કરો છો?’
‘ગુરુદેવ! આ આંસું દુઃખનાં નથી. પરંતુ મારા મનના મનોરથો જમીનદોસ્ત થતાં જોઉં છું એટલે આંખમાં આંસું આવ્યાં. આપના જેવા ગુરુમહારાજ જિનશાસનને સમજાવનારા મળ્યા, જડ-ચેતનના ભેદ જાણ્યા. મારા પિતાજીએ
૧. કોઈ જીવને હણવો નહી - અહીંસાનું પાલન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org