________________
[૯].
ભીમા કલડિયા
બાહડ મંત્રી પાટણથી સિદ્ધાચળનો સંઘ લઈ આવ્યા હતા. સંઘમાં આવેલ સર્વેએ શત્રુંજયની જાત્રા કરી. બધાને હવે સમાચાર મળી ગયા કે બાહડ મંત્રી પ્રભુ આદિનાથનું શત્રુંજય ઉપરનું દહેરું પાષાણથી બાંધે છે, લાખો રૂપિયા તેઓ ખરચવાના છે.
આ અંગે કેટલાક શ્રેષ્ઠીઓ વિચારવા લાગ્યા. આ પુણ્યકામમાં આપણે પણ કંઈ ભાગ લઈએ. આવા વિચારે રાત્રે કેટલાક શ્રેષ્ઠીઓએ બાહડ મંત્રીના ઉતારે આવી વિનંતી કરી કે, “આપ ગિરિરાજ પર ભવ્ય જિનમંદિરનું નવનિર્માણ કરાવી રહ્યા છો. અલબત્ત, આપ એકલા જ મંદિરનું નવનિર્માણ કરવા સાધનસંપન્ન છો. પરંતુ આ પુણ્યકામમાં અમને પણ ભાગીદાર બનાવો. અમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી પણ આપીએ એવો અમારો ભાવ છે. અમે માનીએ છીએ કે અમારી આ વિનંતી આપ સ્વીકારી લેશો અને અમને પણ પુણ્યલાભ લેવાની તક આપશો.”
મહામંત્રીએ આ વિનંતીનો સહર્ષ સ્વીકાર કર્યો. બીજા દિવસે શત્રુંજયની તળેટીએ વિશાળ સભા મળી. તેમાં મહામંત્રીએ જાતે ઘોષણા કરી :
“જે કોઈ ભાઈ-બહેનને શત્રુંજય ઉપર બનનાર ભવ્ય જિનમંદિરના નવનિર્વાણના કાર્યમાં પોતાના ધનનો સદ્વ્યય કરવો હોય તે પ્રેમથી પોતાનું દાન આપે. સૌ પોતાના દાનની રકમ લખાવે. મુનીમજી તે ભાગ્યશાળીનું નામ અને રકમ લખી લેશે.”
ઘોષણા પૂરી થતાં જ દાતાઓનાં દાન લખાવા લાગ્યાં. કોઈ બે લાખ, કોઈ એક લાખ, કોઈ પચાસ હજાર એમ લખાવવા લાગ્યા. દાતાઓની દાનભાવના અને જિનભક્તિ જોઈને મહામંત્રીનું હૈયું હરખાઈ ઊઠ્યું. એવામાં તેમની નજર સભાની એક બાજુએ એક સામાન્ય માનવી ઉપર મંડાઈ, જે ભીડમાં અંદર આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તેનો મેલોધેલો વેશ જોઈ કોઈ તેને અંદર આવવા નહોતું દેતું. માનવપારખુ બાહડ મંત્રીએ જોયું કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org