________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૮
તરત નીકળી ગયા. ઘરમાં બધાં રોતાં રહ્યાં.
બીજું એક વર્ષ વીતી ગયું. બહારગામથી એક દિવસ થોડા લોકો આવ્યા અને શેઠના ત્રીજા દીકરા રવિકાન્ત માટે તેમણે પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શેઠે બધી વાત કરી. “પરણતાં જ છોકરો નાગ કરડવાથી મરી જાય છે એવું બે વાર બન્યું છે, એટલે હવે ત્રીજો છોકરો મારે ખોવો નથી. ભલે કુંવારો રહે. બહુ જ સમજાવટ પછી શેઠે આખરે લગ્નની હા પાડી. લગ્ન બાદ ઘરે આવતાં ત્રીજા દીકરાના પણ એ જ હાલ થયા. નાગ કરડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા.
બે વર્ષ બાદ ચોથા દીકરાના લક્ષ્મીકાન્તનાં લગ્ન લીધાં. તેના પણ એ જ હાલ થયા. ઘરમાં ચારચાર વિધવા દેખતા શેઠના દુઃખનો પાર નથી. પણ કરે શું?
ત્યાર પછી ત્રણ વર્ષ એ જ નગરના એક શેઠ પોતાની દીકરીનાં લગ્ન બળભદ્ર શેઠના પાંચમા અને છેલ્લા દીકરા સાથે કરવાની વાત લઈને આવ્યા.
બળભદ્ર શેઠ કહે, “શેઠ! મારા ચાર દીકરા લગ્ન પછી તરત મરી ગયા છે તે તમે જાણો છો, હવે આ છેલ્લો દીકરો છે. તેની સાથે તમારી દીકરી પરણાવી શું તમારે તેને ભરજુવાનીમાં વિધવા કરવી છે?” ' “ના, ના, શેઠ! એવું નહીં થાય. મારી પુત્રીએ સારો ધાર્મિક અભ્યાસ જ્ઞાની પાસે કર્યો છે. તે ઘણી સમજુ અને ડાહી છે તે એવું નહીં થવા દે.
કેમ જાણ્યું? આ કાંઈ રમત રમવાની વાત નથી. જીવનમરણનો સવાલ છે.” બળભદ્ર બોલ્યા.
દીકરીના બાપે કહ્યું : “શેઠ! મારી દીકરી શુભમતી તમારા ઘરની ચોક્કસ રક્ષા કરશે.”
બળભદ્ર શેઠે ભારે હૈયા હા કહી, લગ્ન લીધાં. લગ્ન બાદ હરિકાન્ત શુભમતી સાથે ઘરે આવ્યો.
સગાંવહાલાં બધાંના શ્વાસ અદ્ધર રહી ગયા. “જુઓ શું થાય છે? નાગ આને જીવતો છોડે તો સારું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org