________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૯
શુભમતીએ હવેલી દ્વાર પર આવતાં પોતાની સાસુને કહ્યું : “મા! શેઠજીને અહીં બોલાવો. મારે ખાસ વાત ખાનગીમાં કરવી છે.” - શેઠ બળભદ્ર આવ્યા. વહુએ એક ખૂણે લઈ જઈ શેઠને કહ્યું: “પેલા બ્રાહ્મણનાં પાંચ રત્ન લઈ આવો.” શેઠ ચોંક્યા, જાણે આકાશ ઊપરથી પટકાયા ન હોય!
ક્યા રત્નો, વહુ”
શુભમતી કહે : પિતાજી! આ અવસર વાદવિવાદનો નથી. આપના વંશવારસાનો પ્રશ્ન છે!'
શેઠ કહે : “વહુ તે કેમ જાણ્યું? આ વાત મારા અને ભગવાન સિવાય કોઈ જાણતું નથી.”
વહુ શુભમતી કહે : “પિતાજી! વખત ન બગાડો. જલદી એ રત્નની પેટી લાવો.
ગભરાયેલા શેઠ ઘરમાં દોડ્યા તરત રત્નની પેટી લઈને આવ્યા અને કહ્યું, “પાંચ રત્નોમાંથી બે નંગ વેચી નાખ્યાં છે. ત્રણ બચ્યાં છે તે આ રહ્યાં.”
વહુ પોતાની સાડીમાં રત્નપેટી સંતાડી હવેલી ઉપર ચઢવા લાગી. પાંચમી સીડી આવતાં તે નીચે બેસી ગઈ અને રત્નની પેટી ઉઘાડીને બાજુમાં ' મૂકી. મોટેથી બોલી: “હે નાગદેવતા! મારા સસરાએ જે વિશ્વાસઘાત આપની સાથે કર્યો છે તે અપરાધને ક્ષમા કરો અને બચેલાં ત્રણ રત્નોથી સંતોષ માનો.”
ચમત્કાર થયો હોય એમ નાગદેવતા બહાર આવ્યા રત્નની પેટીમાંથી એક રત્ન મોંમાં લઈ પાછા ચાલ્યા ગયા.
ચારે તરફથી વહુની વાહવાહ થઈ. લોકોએ સતી શુભમતીની જય બોલાવી.
બળભદ્ર શેઠે હવે વહુને કહ્યું, “આ બધું રહસ્ય શું છે એ મને સમજાવ.' શુભમતીએ કહ્યું, “પિતાજી! જે કર્મ કર્યા હોય તે ભોગવવાં જ પડે છે. તમે એ બ્રાહ્મણનાં પાંચ રત્નો ઓળવી લીધાં હતાં. તમે એ બ્રાહ્મણનો વિશ્વાસઘાત કર્યો હતો. એ બ્રાહ્મણ મરીને આ નાગ થયો અને વિશ્વાસઘાતનો બદલો લેવા તમારા ઘરમાં સંતાઈ રહ્યો. એક એક કરીને તમારા ચાર દીકરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org