________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩પર
સોનામહોરોથી ભરેલો?
“આપણી ગરીબી દૂર થઈ ગઈ.' પત્ની હર્ષાવેશથી બોલી.
ના દેવી! આપણું ન હોય તે નહિ લેવાની મારી પ્રતિજ્ઞાને તું જાણે છે. આ સોનામહોરો આપણી નથી.”
તો શું કરશો આ સોનામહોરોનું?”
જઈને મહામંત્રીજીને આપી આવીશ. તેઓ તેનું જે કરવું હશે તે કરશે.” ભીમો વ્રતધારી શ્રાવક હતો. તે લલચાયો નહી. વ્રતમાં તે ઢીલો ન થયો.
બીજા દિવસે સુવર્ણકળશ લઈને ભીમો બાપડ મંત્રી પાસે પહોંચ્યો. તેણે બધી સોનામહોરો સાથેનો કળશ તેમના ચરણે ધરી દીધો અને જે બન્યું હતું તે બધું કહ્યું. બાહડ મંત્રી તો ભીમાની નિઃસ્પૃહતા અને વ્રતપાલનની દૃઢતા જોઈ અહોભાવથી સ્તબ્ધ બની ગયા. બોલ્યા: “ધન્ય છે ભીમાજી! ધન્ય છે તમારી વ્રતપાલનની દૃઢતાને! ખરેખર તમે મહાશ્રાવક છો! આ સોનામહોરો પર તમારો જ અધિકાર છે. તમને તે તમારા ઘરમાંથી જ મળી છે. તમારો પુણ્યોદય જાગવાથી તમને આ સંપત્તિ મળી છે. તમે જ ખરા માલિક છો. આથી તમે એને પ્રેમથી પાછી લઈ જાઓ.” પણ ભીમાએ તે લેવાનો ઇન્કાર કર્યો. મહામંત્રીએ ફરી તેને સમજાવ્યો. ભીમો એક નો બે નહોતો થતો ત્યાં ઓચિંતા જ કપર્દિ યક્ષ પ્રગટ થયા. તેમને જોઈને બંનેએ ઊભા થઈ નમસ્કાર કર્યા. યક્ષરાજે કહ્યું :
ભીમા! આ ધન તને તારા પુણ્યોદયથી મળ્યું છે. તારાં અશુભ કર્મો હવે પૂરાં થયાં. આ ધન હું તને પ્રેમથી આપું છું, લઈ લે તું...” એટલું બોલી કપર્દિ યક્ષ અદશ્ય થઈ ગયા.
હવે ભીમો ના પાડી શકે તેમ ન હતો. મહામંત્રીનું ભાવભીનું આતિથ્ય માણી સોનામહોરો ભરેલો કળશ લઈ તે પોતાને ઘરે પાછો ફર્યો. ‘લો દેવી! કપર્દિ યક્ષે આપણને આ ભેટ આપી છે. ખરેખર શ્રી આદિનાથનો પ્રભાવ અચિંત્ય છે એમાં કોઈ શંકા નથી.”
સંતુષ્ટ પત્નીએ કહ્યું, “નાથ! આ તો આપની વ્રતદઢતાનું જ ફળ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org