________________
જન શાસનના ચમકતા સિતારા - ૩ર૦
કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે. આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગાયો છું.” આ પ્રમાણે કહી ગુરુનાં ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતો તે પોતાના નિવાસસ્થાને ગયો.
સાર્થવાહે તે રાત્રિ પસાર કરી. સવાર થતાં મંગળ ધ્વનિ સાંભળતાં તે જાગી ગયો અને આગળ પ્રસ્થાન કરવા તૈયાર થયો. થોડા દિવસોના પ્રસ્થાન પછી બધા વસંતપુર પહોંચી ગયા ત્યાં ધનશેઠે કેટલોક માલ વેચ્યો અને ત્યાંથી કેટલોક નવો માલ ખરીદ કર્યો. દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરે આવ્યો. કેટલાક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામ્યો.
મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુસમ નામનો આરો વર્તે છે એવા ઉત્તર કુરુક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ યુગલિયા તરીકે ઉત્પન્ન થયો. ત્યાં યુગલિયાનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠનો જીવ પૂર્વજન્મના દાનના ધર્મથી સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. કાળે કરી ધન સાર્થવાહનો જીવ તેરમા ભવે મરુદેવા માતાની કુક્ષીએ જન્મી ચાલુ ચોવીસીમાં પહેલા તીર્થકર ઋષભદેવ થયા.
ભલું થયું ને ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદગિરિ ઉપર રે ભલું થૈયા થૈયા નાચ કરતા તીર્થંકર પદ બાંધ્યું રે ભલું થાળ ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફૂલડે વધાવો રે ભલું. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિદ્ધારે. ભલું એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મંગળ હોજો રે. ભલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org