________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૧
ફરી ફરી વંદના કરી એ દેવતા સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયો.
આ બધું જોઈ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ પૂછ્યું : ભગવાન! આ દેવ કે જેણે આપ સમક્ષ ઉપસ્થિત થઈ આવું અપૂર્વ નૃત્યસંગીત કર્યું તે કોણ દેવ હતા?
ભગવાને જવાબમાં કહ્યું, “ગૌતમ! એ સૌધર્મ દેવલોકનો દર્દૂર નામનો દેવ હતો. હાલમાં જ તે દેવરૂપે ત્યાં ઉત્પન્ન થયો છે. ચાર હજાર દેવો અને અનેક દેવીઓ તેની સેવામાં હાજર છે. તે અવધિજ્ઞાનથી રાજગૃહી નગરીમાં હું આવ્યો છું તે જાણી લઈ ભક્તિવશ પોતાની દિવ્ય રીધ્ધી બતાવવા અત્રે આવેલ.'
ગૌતમ સ્વામીએ પૂછ્યું, “ભત્તે! એ દેવે એવાં તે ક્યાં શુભ કર્મો કર્યાં હતાં કે તેઓ આવી વિશાળ રીધ્ધી સિદ્ધિનો સ્વામી બન્યો?” ભગવાન મહાવીરે જવાબમાં આ નંદ મણિકારના બન્ને ભવોની વાત કહી સંભળાવી.
આવ્યો દાદાને દરબાર કરો ભાવોદધિ પાર; ખરો તું છે આધાર, મોહે તાર તાર તાર
આત્મગુણનો ભંડાર, તારા મહિમાનો નહીં પાર;
દેખ્યો સુંદર દેદાર, કરો પાર પાર પાર તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર; ખરો હૈયાનો હાર, વંદુ વાર વાર વાર,
આવ્યો દેરાસર મોઝાર, કર્યા જિનવર લુહાર
પ્રભુ ચરણ આધાર, ખરો સાર સાર સાર, આત્મ કમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર અને ખૂબીનો નહિ પાર, વિનંતિ ધાર ધાર ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org