________________
જૈન શાસનના ચમકતા સિતારા ૩૩૫
સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, “હું ચંદ્રશેખર રાજાનો આત્મા દેવ બન્યો છું અને હું શાસનની સેવા અને સમેતશિખર તીર્થની રક્ષા અવશ્ય કરીશ. આપને આપેલું વચન હું પૂરું કરીશ.”
- આચાર્ય મહારાજે સ્વપ્નમાં જ દેવાત્માને કહ્યું, “કોઈ પરચો પૂરો જેથી તમારા આગમનની અમોને જાણ થાય.”
દેવાત્માએ સ્વપ્નમાં જ કહ્યું, “સમેતશિખર પહાડની તળેટીએ વિશાળ વડનું ઝાડ છે. તે ઝાડ નીચે ચબૂતરો બનાવેલો છે. તે ચબૂતરો ખોદાવો. હું ત્યાંની ભૂમિમાંથી મૂર્તિરૂપે પ્રગટ થઈશ.”
આચાર્ય મહારાજે સંઘને આ સર્વે હકીકત કહી અને સંધે તેજ પ્રમાણે ચબૂતરા નીચે ખોદતાં ભોમિયાજીની મૂર્તિ પ્રગટ થઈ. આ વખતે હાજર રહેલા સર્વેએ ભોમિયાજી મહારાજનો જયજયકાર બોલાવ્યો. ભૂમિમાંથી પ્રગટ થયા તેથી તેમનું નામ ભોમિયાજી પડ્યું. હોળીના દિવસે એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ.
હર સાલ હજારો નરનારીઓ હોળીના દિવસે સમેત શિખર આવી ઉત્સવ ઊજવે છે. આ વાતને ત્રણ હજાર વર્ષ થઈ ગયાં. એ જ મૂર્તિ અને મંદિર અત્યારે હયાત છે. ભોમિયાજી મહારાજ તીર્થની રક્ષા તથા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સમ્યક્ દૃષ્ટિએ આ દેવાત્મા મોક્ષગામી છે, એટલે સર્વેને વંદનીય અને પૂજનીય છે. દરરોજ ભક્તો દ્વારા એમની ભક્તિ થાય છે. બોલો, શ્રી ભોમિયાજી મહારાજનો જય!
અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો જીવનના જ્યોતિધર એને, નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન એવી આપો આંખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org