________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૧
કરતો અને વ્યભિચાર વગેરે સર્વ મોટાં પાપો તે આચરતો.
ભ્રષ્ટ બુદ્ધિવાળો તે રાજા પુરોહિતની પાસે જુદી જુદી જાતના યજ્ઞ કરાવતો અને બ્રાહ્મણોને વિના સંકોચે સોનું, જમીન, મીઠું, તલ વગેરેનું તે દાન કરતો. દયાહીન અને અધર્મી રાજા જૈન મુનિઓને અનેક પ્રકારની પીડા કરતો. આ કારણોથી જૈન મુનિઓ સાકેતપુર નગરમાં આવતા ન હતા.
આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સોમિલ મુનિ પોતાના ગુરુમહારાજ રુદ્રદત્તસૂરીશ્વરજીને કહેવા લાગ્યા કે “ભગવાન! જો આપ આજ્ઞા આપો તો હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયત્ન કરું.” ગુરુએ તે દુષ્ટ રાજાને બોધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી.
દયાના સમુદ્ર તે સોમિલ મુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘેર વસતિ યાચીને રહ્યા. તે જ દિવસે પોતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્ત રાજા ગૃહપ્રવેશની સર્વ તૈયારી કરાવતો હતો. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સોમિલ મુનિએ પોતાના જ્ઞાનથી ભવિષ્યમાં થનારો અનર્થ જાણીને તે રાજાના મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર! તમારા રાજાને તે ગૃહમાં પ્રવેશ કરતા અટકાવો, કારણ કે અકાળે વીજળી પડવાથી તે મહેલ પડી જવાનો છે. આજે રાત્રે વીજળી પડશે અને તેનું નિવારણ કોઈથી શકે તેમ નથી. બનનાર વસ્તુને કોઈ રોકી શકે તેમ નથી. આ અંગે વધારે ખાતરી કરવી હોય તો ગઈ રાત્રિએ રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સર્પ જોયો હતો તે વિશે રાજાને પૂછીને ખાતરી કરજો અને હું જે કહું છું તે સત્ય માનીને તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો.”
મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકત જણાવી. રાજા પણ આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યો : “અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાની રાત્રિનાં મેં જોયેલું સ્વપ્ન તેમણે કઈ રીતે જાણ્યું? એ વાત સાચી છે, તેથી આજે વીજળી પડવાની વાત પણ ચોક્કસ સત્ય જ હોવી જોઈએ. માટે નવા મહેલમાં હું આજે તો પ્રવેશ નહિ જ કરું.'
નિમિત્ત પ્રમાણે તે રાત્રિએ વીજળી પડવાથી રાજાએ કરાવેલો નવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org