________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૫
ગઈ? અમૂલ્ય વીંટી આટલામાં જ ક્યાંક પડી ગઈ છે.” પછી અભયકુમારને કહ્યું, “મારી વીંટી શોધી કાઢજે. અભયકુમારે નગરમાં પ્રવેશ કરતા લોકો માટે એક દરવાજો ઉઘાડો રાખી, બાકીના દરવાજા બંધ કરાવ્યા અને તપાસ શરૂ કરી. એમ કરતાં દુર્ગાના આંચલમાં બાંધેલી વીંટી અભયકુમારે પકડી પાડીને પૂછ્યું, “આ વીંટી તું ક્યાંથી લાવી?” તેણે કાન પર હાથ મૂકતાં કહ્યું, “મને કાંઈ ખબર નથી. આ વીંટી બાબત હું કંઈ જાણતી નથી.” તેની નિખાલસતા અને દેખાવ પરથી અભયકુમાર કળી ગયા કે આ યુવતી સાચી છે. રાજાએ જ આ કપટ કર્યું લાગે છે. તેઓ તેને લઈ રાજા પાસે આવ્યા ને કહ્યું, “લો, મહારાજા! આ ચોર પકડાયો. મને લાગે છે કે વીંટી તો નહીં કાંઈ બીજું જ ચોર્યું છે. રાજાએ હસતાં કહ્યું, “સાચી વાત છે. પછી તે યુવતીનાં મા-બાપની અનુમતિપૂર્વક શ્રેણિકે તેની સાથે લગ્ન કર્યા. રાજાને તે એટલી બધી વહાલી થઈ ગઈ કે થોડા જ સમયમાં તે પટ્ટરાણી બની ગઈ.
એક વાર તેની સાથે રાજા સોગઠાબાજી રમતા હતા. રમતમાં એવી શરત કરવામાં આવી કે જે હારે તે જીતનારને ખભે બેસાડે. આ બાજીમાં રાજા જ હાર્યા. જીતેલી રાણી જરાયે ખચકાટ વિના રાજાના ખભા ઉપર ચઢી બેઠી.
સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલ, જો ઉંચા કુળનું ગૌરવ અને સન્માન પામે છે તો પણ પોતાના કૃત્યથી તે પોતાના કુળને પ્રગટ કરે જ છે. મગધસમ્રાટ શ્રેણિકના ખભા ઉપર દુર્ગધાએ પોતે ગણિકાની પુત્રી હોવાના કારણે પગ મૂક્યો, અર્થાત્ રાજાના ખભા ઉપર ચઢી પોતાનું કુળ છતું કર્યું. રાજાને પ્રભુની વાણી યાદ આવી.
જરાયે ખચકાયા વિના પોતાના ખભા પર બેઠેલી રાણીની આ ચેષ્ટા જોઈ રાજા હસી ગયા. ખભા ઉપરથી ઊતરેલી રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું. રાજાએ પરમાત્મા પાસેથી સાંભળેલું તેનું ગયા ભવ સહિતનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ તેને જ્ઞાનનો પ્રકાશ લાધ્યો ને તીવ્ર વૈરાગ્ય ઉત્પન થયો. રાજાની અનુમતિ માગી, રાજાને મનાવી દેવી દુર્ગધા રાણી પ્રભુ મહાવીર પાસે આવી અને અનન્ય ઉત્સાહથી ચારિત્ર્ય લીધું.
આ પ્રમાણે દુર્ગધા રાણીનું ચરિત્ર સાંભળી પુણ્યશાળી જીવો સંયમી મુનિની કદી જુગુપ્સા - દુર્ગછા કરતા નથી.
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org