________________
[૧] શીતલાચાર્ય
શીતલ એક રાજકુમાર હતો. ગુરુભગવંતની અધ્યાત્મ વાણી સાંભળી તેનો સંસારભાવ ઓસરી ગયો. તેણે ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુપણામાં શીતલમુનિએ ખૂબ જ ઉત્કટતાથી તપ અને જ્ઞાનની સાધના કરી, અનુક્રમે એ શીતલાચાર્ય બન્યા.
શીતલાચાર્યને એક સંસારી બહેન હતી. ગુણવતી તેનું નામ. પ્રિયંકર રાજાની તે માનીતી રાણી હતી. ગુણવતી પોતાના ચારેય પુત્રોને અવારનવાર કહેતી કે તમે બધા મામા જેવા તપસ્વી અને જ્ઞાની બનજો. ચારેય પુત્રો. ઉંમરલાયક થતાં કોઈ સ્થવિર પાસે દીક્ષા લીધી. બહુશ્રુત થયા. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તેઓ ચારેય મામા મહારાજને વંદન કરવા નીકળ્યા.
મામા મહારાજ શીતલાચાર્ય જે ગામમાં હતા તે ગામના પાદરે તેઓ આવી પહોંચ્યા. રાત થવા આવી હતી એટલે તેઓ ગામની બહાર ક્યાંક રોકાયા અને શીતલાચાર્યને સંદેશો મોકલાવ્યો, ‘તમારી સંસારી બહેનના પુત્રી દીક્ષિત થઈને આપને વંદન કરવા આવ્યા છે. પરંતુ રાત થવાથી તેમણે ગામમાં પ્રવેશ કર્યો નથી.'
આ સમાચાર સાંભળીને શીતલાચાર્યના હૈયે પ્રમોદભાવ ઉત્પન્ન થયો. એ રાતે ચારેય ભાણેજ-મુનિઓને શુભ ધ્યાન ધરતાં કેવળજ્ઞાન થયું. સવાર થઈ. સમય થઈ ગયો. છતાંય ભાણેજસાધુઓ આવ્યા નહીં, તેથી શીતલાચાર્ય પોતે જ તેમને મળવા ગયા. ભાણેજ સાધુઓએ મામા મહારાજને આવેલા જોયા પરંતુ તેમનું સ્વાગત ન કર્યું. શીતલાચાર્ય ઇરિયાવહી કરી. પછી રોષથી પૂછયું, “પ્રથમ કોને વંદન કરું?
એકે કહ્યું, જેથી તમારી ઇચ્છા.” આ જવાબથી શીતલાચાર્યને ખોટું લાગ્યું. મનમાં ગુસ્સો પણ આવ્યો, કે કેવા અવિનયી અને ઉદ્ધત છે આ બધા? એક તો મારો વિનય ન સાચવ્યો અને ઉપરથી કહે છે કે જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org